AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મહિલાને 16 મહિનામાં 5વાર આવ્યો હાર્ટ એટેક, 5 સ્ટેન્ટ, 6વાર એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ, ડૉક્ટર્સ પણ કેસ જોઈ ચોંકી ગયા વાંચો મહિલાની દર્દે દિલ

તબીબી જગત માટે પણ મુંબઈના આ મહિલાનોકિસ્સો ઘણો ચોંકાવનારો છે. તબીબો પણ સુનિતાને ભાગ્યશાળી ગણે છે. કારણ કે તેમને આવેલો હાર્ટ એટેક NSTEMI જે નોમ એસ્ટી એલિવેશન માયકાર્ડિયલ ઈન્ફેક્શનનો હતો. હ્રદયની ઓક્સિઝન મળવાનો બંધ થઈ જાય ત્યારે આ પ્રકારના હાર્ટના કેસ સામે આવે છે.

આ મહિલાને 16 મહિનામાં 5વાર આવ્યો હાર્ટ એટેક, 5 સ્ટેન્ટ, 6વાર એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ, ડૉક્ટર્સ પણ કેસ જોઈ ચોંકી ગયા વાંચો મહિલાની દર્દે દિલ
| Updated on: Dec 07, 2023 | 9:34 PM
Share

તબીબી જગત માટે પણ મુંબઈના આ મહિલાનો કિસ્સો ઘણો ચોંકાવનારો છે. તબીબો પણ સુનિતાને ભાગ્યશાળી ગણે છે. કારણ કે તેમને આવેલો હાર્ટ એટેક NSTEMI જે નોમ એસ્ટી એલિવેશન માયકાર્ડિયલ ઈન્ફેક્શનનો હતો. હ્રદયની ઓક્સિઝન મળવાનો બંધ થઈ જાય ત્યારે આ પ્રકારના હાર્ટના કેસ સામે આવે છે.

કોઈપણ વ્યક્તિ માટે એકવાર હાર્ટએટેક આવવો એ પણ બહુ ડરામણુ હોય છે. પરંતુ મુંબઈના મુલુંડની રહેનારી 51 વર્ષિય મહિલાને છેલ્લા 12 મહિનામાં 5 વાર હાર્ટ એટેક આવી ચુક્યો છે અને તેને પાંચ સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે. 6 એન્જિયોપ્લાસ્ટી અને એક કાર્ડિયાક બાયપાસ સર્જરી થઈ છે. તેમને છેલ્લે 2 ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. વારંવારના હાર્ટ એટેક બાદ તે જાણવા માગે છે કે આખરે એવુ તો શું થઈ રહ્યુ છે તેના શરીરમાં કે તેને વારંવાર આ મુશ્કેલીમાંથી પસાર થવુ પડી રહ્યુ છે. મહિલાને હવે એ પમ ડર સતાવી રહ્યો છે કે શું ત્રણ મહિના બાદ વધુ એક નવો બ્લોકેજ તો ડેવલપ નહીં થાય!

વારંવાર હ્રદયરોગ આવવા માટે વાસ્કુલિટીસ જેવી એક ઓટો ઈમ્યુન બીમારી પણ કારણભૂત

સુનિતાને પહેલીવાર હાર્ટ એટેક સપ્ટેમ્બર 2022એ જયપુરથી બોરીવલી પરત ફરતા સમયે ટ્રેનમાં આવ્યો હતો. એ સમયે રેલવે અધિકારીઓ તેમને અમદાવાદની એક સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડૉ હસમુખ રાવત આ વર્ષના જુલાઈથી આ મહિલાના હ્રદયરોગના વિશેષજ્ઞ છે જ્યારે તેની બે એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી થઈ હતી. ડૉ રાવત જણાવે છે કે એ મહિલાની હ્રદય સંબંધી સમસ્યાનું કારણ તેમના માટે પણ એક રહસ્ય સમાન છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે વાસ્કુલિટીસ જેવી એક ઓટો ઈમ્યુન બીમારી તેનુ કારણ હોઈ શકે છે. જેમા રક્તવાહિનીઓમાં સોજ આવી જાય છે અને બ્લડ પાસ થવાનો માર્ગ પાતળો થઈ જાય છે. જો કે આ મહિલાના ડાયગ્નોસ્ટિક્સ રિપોર્ટ્સમાં હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યુ.

દર થોડા મહિનાઓમાં મહિલામાં જોવા મળે છે હ્રદયરોગના લક્ષણો

મહિલામાં દર થોડા મહિનાઓના અંતરે હ્રદય રોગના સ્પષ્ટ લક્ષણો જોવા મળે છે. જેમા છાતીમાં ભયંકર દુ:ખાવો, એડકી શરૂ થઈ જવી અને બેચેની થાય છે. મહિલાએ જણાવ્યુ કે તેને ફેબ્રુઆરી, મે, જુલાઈ અને નવેમ્બરમાં હાર્ટ એટેક આવ્યો છે. આ મહિલાને ડાયબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, અને ઓબેસિટી જેવી અન્ય સમસ્યાઓ પણ છે. સપ્ટેમ્બર 2022માં તેમનુ વજન 107 કિલોગ્રામ હતુ. એ બાદથી તેમનુ વજન 30 કિલોગ્રામ જેટલુ ઘટી ગયુ છે. તેને કોલેસ્ટ્રોલ એછુ કરવાની નવી દવા પીસીએસકે 9 ઈનહિબિટરનું ઈંજેક્શન આપવામાં આવ્યુ છે. જેનાથી તેનુ કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ રહે છે. અને ડાયાબિટીઝ પણ નિયંત્રણમાં રહે છે. પરંતુ હ્રદયરોગ આવવાનો સિલસિલો શરૂ જ છે.

પ્રથમવાર હાર્ટએટેક સમયે મહિલાને ધમનીમાં હતુ 90 ટકા બ્લોકેજ

ડૉ રાવતે જણાવ્યુ કે જો કે હાર્ટના દર્દીઓમાં એક જ સ્થાન પર વારંવાર બ્લોકેજ વિકસીત થવી એ કોઈ નવી વાત નથી. પરંતુ આ મહિલામાં અલગ અલગ સ્થાનોએ બ્લોકેજ વિકસીત થઈ રહ્યા છે. તેમણે કહ્યુ તેને પહેલીવાર હાર્ટ એટેક આવ્યો એ જમણી ધમનીમાં 90 ટકા બ્લોકેજને કારણે આવ્યો હતો અને બીજીવાર ડાબી કોરોનરી ધમનીમાં 99 ટકા બ્લોકેજ હતી. તબીબી ભાષામાં કહીએ તો આ મહિલા નસીબદાર રહ્યા કારણ કે તેમનો હાર્ટ એટેક NSTEMI નોમ એસ્ટી એલિવેશન માયકાર્ડિયલ ઈન્ફેક્શન હતો. આ ત્યારે થાય જ્યારે હ્રદયને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે અને ઓક્સિજનની જરૂરિયાત પુરી નથી થઈ શક્તી.

આ પણ વાંચો: રાજસ્થાનમાં રિસોર્ટ પોલિટિક્સ ! વસુંધરાના દીકરા પર વાડાબંધીનો આરોપ, ભાજપ MLAના પિતાએ કર્યો દાવો- વીડિયો

ડૉક્ટોરોનું માનવુ કહેવુ છે કે આ એક દુર્લભ ઓટો ઈમ્યુન સ્થિતિ હોઈ શકે

ડૉ હસમુખ રાવતે કહ્યુ STEMI હાર્ટ એટેક NSTEMI ની તુલનામાં સરખામણીએ ઘણો ખતરનાક છે. 8 પ્રકારની વિવિધ ટ્રીટમેન્ટમાંથી પસાર થયા બાદ પણ આ મહિલાનુ હ્રદયનું ઈજેક્શન ફ્રેક્શન 45 ટકા જે તબીબોના જણાવ્યા મુજબ સારુ ગણાય. કેઈએમ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ ડૉ અજય મહાજન જણાવે છે કે આ પ્રકારનો ઘાતક એથેરોસ્ક્લેરોસિસ (ધમનીઓનું સખ્ત થવુ) દુર્લભ છે. ડૉક્ટર મહાજનનું કહેવુ છે કે આ એક દુર્લભ પ્રકારીની ઓટો- ઈમ્યુન સ્થિતિ હોઈ શકે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">