Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 356 નવા કેસ નોંધાયા, 7 દર્દીઓના મોત

|

Sep 04, 2021 | 8:02 PM

જિલ્લા માહિતી અધિકારી અજય જાધવે જણાવ્યું હતું કે શુક્રવારે થાણેમાં કોવિડ વેક્સિનેશન થઈ ચુકેલા લોકોની સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે જિલ્લામાં કુલ 50,26,256 લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી શુક્રવારે 59,308 લોકોને રસી આપવામાં આવી છે.

Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 356 નવા કેસ નોંધાયા, 7 દર્દીઓના મોત
થાણેમાં કોરોનાના કેસમાં વધારો (સાંકેતીક તસવીર)

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) થાણે (Thane) જિલ્લામાં ફરી એકવાર લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર નવા કોરોના કેસોની સંખ્યા કોરોનામાંથી સાજા થતાં લોકોની સંખ્યા કરતા વધારે આવવા લાગી છે. એટલે કે વધારે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Corona in Maharashtra) અનુસાર એક દિવસમાં 356 લોકોમાં કોરોના વાઈરસ સંક્રમણની પુષ્ટિ થયા પછી હવે કોવિડ -19 ના કેસ વધીને 5,52,337 થઈ ગયા છે. આ રીતે થાણેમાં કોવિડ -19થી મૃત્યુ દર (Death Rate) ઘટીને 2.04 ટકા થયો છે.

 

આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે કોરોના સંક્રમણના તમામ નવા કેસ શુક્રવારે સામે આવ્યા છે. આ દરમિયાન કોરોના વાઈરસના કારણે વધુ 7 દર્દીઓના મોત થયા છે. આ કારણે જિલ્લામાં મૃતકોની કુલ સંખ્યા વધીને 11,309 થઈ ગઈ છે. તે જ સમયે જિલ્લા માહિતી અધિકારી અજય જાધવે જણાવ્યું હતું કે શુક્રવારે થાણેમાં કોવિડ વિરોધી રસીકરણ કરાવનારા લોકોની સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે જિલ્લામાં કુલ 50,26,256 લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી શુક્રવારે 59,308 લોકોને રસી આપવામાં આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

પાલઘરમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખને પાર કરી ગયો

આપને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગના ડેટા અનુસાર નજીકના પાલઘર જિલ્લામાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 1,34,668 પર પહોંચી ગઈ છે. તે જ સમયે સંક્રમણને કારણે મૃત્યુઆંક વધીને 3,293 થયો છે. જ્યારે ગયા અઠવાડીયે જિલ્લામાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ વધીને 1,34,408 થયા છે, જ્યારે મૃતકોની સંખ્યા 3,292 પર પહોંચી છે.

 

કોરોનાની હાલની પરિસ્થિતિ ચિંતા વધારી રહી છે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી રાહતની વાત છે કે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી છે. તેમજ કોરોનાને કારણે થનારા મૃત્યુની સંખ્યામાં (Corona Death Rate) પણ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ પહેલાની સરખામણીએ સક્રિય કોરોના દર્દીઓની (Active Corona Cases) સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

 

ગત ઓગસ્ટના છેલ્લા દિવસે 323 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. તે જ સમયે 3 ઓગસ્ટના રોજ આ સંખ્યા 334 હતી. સ્વસ્થ થનારાઓની વાત કરીએ તો 272 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા. પરંતુ 30 ઓગસ્ટના રોજ આ સંખ્યા વધીને 311 થઈ હતી.

 

 

આ પણ વાંચો : Maharashtra : સેન્ટ્રલ જેલમાં કેદીઓએ બનાવી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ, ગણેશ ચતુર્થી પહેલા જ એડવાન્સમાં વેચાઈ ગઈ મૂર્તિ

 

Published On - 6:59 pm, Sat, 4 September 21

Next Article