Maharashtra: મંજારા ડેમના 18 દરવાજા ખોલાયા, બીડ જિલ્લાના ગામોમાં વધ્યુ પૂરનું જોખમ, વહીવટીતંત્રએ જાહેર કર્યુ એલર્ટ

|

Sep 28, 2021 | 5:26 PM

લાતુરના જિલ્લા કલેક્ટર પૃથ્વીરાજ બીપીએ જણાવ્યું હતું કે તેમના જિલ્લાના 158 ગામો માંજરા ડેમમાંથી પાણી છોડવાથી પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે તે ગામોની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

Maharashtra: મંજારા ડેમના 18 દરવાજા ખોલાયા, બીડ જિલ્લાના ગામોમાં વધ્યુ પૂરનું જોખમ, વહીવટીતંત્રએ જાહેર કર્યુ એલર્ટ
બીડ જીલ્લામાં પુરનું જોખમ (સાંકેતીક તસવીર)

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)ના માંજરા ડેમ (Manjara Dam)ને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યા બાદ પાણીને કાઢવા માટે સત્તાવાળાઓએ ડેમના તમામ 18 દરવાજા ખોલી દીધા છે, જેનાથી બીડ જિલ્લાના કેટલાક ગામોમાં પૂરનું જોખમ વધ્યું છે.

 

જ્યારે આસપાસના કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ગામોમાંથી ઘણા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી. બીડ જિલ્લાના માંજરા અને માજલગાંવ ડેમ સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે ક્ષમતા કરતા વધારે પાણીથી ભરાઈ ગયા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્રે મંગળવારે વહેલી સવારે માંજરા ડેમના તમામ 18 દરવાજા અને માજલગાંવ ડેમના 11 દરવાજા ખોલ્યા, જેમાંથી 78,397 ક્યુસેક અને 80,534 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. અંબાજોગઈના સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે માંજરા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં બીડ જિલ્લાના કૈજ અને અંબાજોગઈ તાલુકાના ગામોમાં પૂર આવ્યું છે.

 

પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 110 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા 

માંજરા નદીના કિનારે આવેલા ઈસ્થલ (કૈજ તાલુકામાં), અપેગાંવ, તડોલા, કોપરા, અંજનપુર, દેવરા, ટાટ બોરગાંવ, અકોલા (તમામ અંબાજોગઇ તાલુકામાં) જેવા ગામો પૂર અને જળસંચયનો સામનો કરી રહ્યા છે. આમાંના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 110 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 

માજલગાંવ સિંચાઈ વિભાગની કચેરીએ બીડ, પરભણી અને નાંદેડના જિલ્લા મેજીસ્ટ્રેટને પણ પત્ર લખીને સિંધફણા અને ગોદાવરી નદીઓના કિનારે આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવા જણાવ્યું છે. બીડ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારી ઉમેશ શિર્કેએ જણાવ્યું હતું કે “આગામી 24 કલાક નિર્ણાયક છે. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.

 

ગામોમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા

બીડના જિલ્લા મેજિસ્ટ્રેટ રાધાબીનોદ શર્માએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ઈસ્થલ ગામના રહેવાસી પંઢારી ટોકલેએ જણાવ્યું હતું કે સોમવાર રાતથી જ તેમના વિસ્તારમાં પાણી વધવાનું શરૂ થયું હતું.

 

તેમણે કહ્યું કે પાણી લગભગ ત્રણ ફૂટ વધી ગયું. રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ મંગળવારે સવારે 4 વાગ્યાથી શરૂ થયું હતું. ગામમાં હવે લોકો કે પશુઓ નથી. અંબાજોગાઈ તાલુકાના અંજનપુર અને અપેગાંવ ગામોમાં પણ પરિસ્થિતિ સમાન છે.

 

જ્યારે પડોશી લાતુર જિલ્લા કલેક્ટરનો પૃથ્વીરાજ બી પીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે તેમના જિલ્લાના 158 ગામો માંજરા ડેમમાંથી પાણી છોડવાથી પ્રભાવિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમે તેર્ના અને મંજારા નદીઓના સંગમ અને જ્યાં મંજરા નદી ડાયવર્ટ થાય છે તે ગામોની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

 

આ પણ વાંચો :  KBC 13: અમિતાભ બચ્ચનની સામે પતિની ટિપ્પણી કરવી સ્પર્ધકને ભારે પડી, હવે પતિએ ચેનલ અને પત્ની સામે કેસ દાખલ કર્યો

Next Article