મહારાષ્ટ્રમાં OBC છોકરીઓની 100 ટકા ફી માફ? સીએમ એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપવાનો આપ્યો આદેશ
મહારાષ્ટ્રની રાજનીતિ હાલમાં મરાઠા અનામત આંદોલનને લઈને ગરમાયેલી છે. તેની વચ્ચે રાજ્યની એકનાથ શિંદે સરકાર ઓબીસ અને આર્થિક રીતે પછાત છોકરીઓની 100 ટકા ફી માફ કરવાનો નિર્ણય લેવા જઈ રહી છે. જેને લઈને પ્રસ્તાવ પણ તૈયાર કરાવવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ઓબીસી અને આર્થિક રીતે પછાત છોકરીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેના આદેશ બાદ રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ ચંદ્રકાંત પાટીલ રાજ્યમાં ઓબીસી અને આર્થિક રીતે પછાત છોકરીઓની 100 ટકા ફી માફ કરવા માટે ભલામણ કરશે.
એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપવાનો આપ્યો આદેશ
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જાતે જ ચંદ્રકાંત પાટીલને આવો પ્રસ્તાવ આપવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ ચંદ્રકાંત પાટીલે આ સંબંધમાં ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ એ વાત સામે આવી છે કે 642 કોર્સ માટે 1 હજાર કરોડ રૂપિયાથી વધારેની જોગવાઈ કરવી પડશે.
ઘટનાએ મુખ્યપ્રધાનના મનને હચમચાવી નાખ્યું
મહારાષ્ટ્રમાં હાલમાં એક છોકરીએ ફી માટે પૈસા ના હોવાના કારણે પોતાનું જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો હતો. એક સુસાઈડ નોટમાં લખ્યું હતું કે સરકાર મારી 50 ટકા ફી આપી રહી છે. હું તેના માટે સરકારનો આભાર માનું છું પણ મારા માતા-પિતાની પાસે 50 ટકા ફી ભરવાના પણ પૈસા નથી.
આ ઘટનાએ મુખ્યપ્રધાનના મનને હચમચાવી નાખ્યું હતું. આ ઘટનાના કારણે મુખ્યપ્રધાને રાજ્યમાં ઓબીસી અને આર્થિક રીતે પછાત છોકરીઓની 100 ટકા ફી માફ કરવાનો પ્રસ્તાવ આપવા કહ્યું છે. જણાવી દઈએ કે આ પ્રસ્તાવ ઝડપી જ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે સરકારે શરૂ કરેલી વિવિધ યોજનાઓની જાણકારી આપી
તેની વચ્ચે આજે કેબિનેટની મરાઠા અનામત ઉપસમિતિની મહત્વની બેઠક થઈ છે. તેમાં ચંદ્રકાંત પાટીલે મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અલગ અલગ યોજનાઓની જાણકારી આપી. ચંદ્રકાંત પાટીલે મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ દ્વારા કેટલા હજાર કરોડ રૂપિયા પ્રદાન કર્યા છે, તેની જાણકારી આપી.
રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં મંગરૂલપીરમાં 70 સાવંગી બેરેજને મંજૂર આપવામાં આવી છે, ત્યારે હવે 1345 હેક્ટર ક્ષેત્ર સિંચિત થવા જઈ રહ્યો છે, એવી જાણકારી સામે આવી છે. રાજ્ય કેબિનેટની બેઠકમાં રાજ્યમાં ગ્રામ પંચાયત ભવન નિર્માણ કાર્યો માટે રકમ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેબિનેટમાં લેવામાં આવ્યા ઘણા નિર્ણયો
બેઠકમાં બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ માતોશ્રી ગ્રામ પંચાયત યોજનાનો પણ વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય કેબિનેટમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શિક્ષણ સંસ્થા સમૂહ વિશ્વ વિદ્યાલય સ્થાપિત કરી શકશે. આ સંબંધમાં જરૂરી દિશાનિર્દેશોને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે રાજ્ય આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો.