Whiskey Lovers: તમને ખબર છે કે આ વ્હિસ્કીની એક બોટલ ખરીદવી એટલે કે 1 BHK ફ્લેટ ખરીદવા બરાબર છે, જાણો કેમ છે આટલી મોંઘી

|

Aug 19, 2021 | 5:27 PM

આજે અમે તમને વિસ્કી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિશ્વની સૌથી મોંઘી છે, અમે સિંગલ માલ્ટ વ્હિસ્કી વિશે વાત કરી રહ્યા છીએ જેની કિંમત તમારા હોશ ઉડાવી દેશે.

Whiskey Lovers: તમને ખબર છે કે આ વ્હિસ્કીની એક બોટલ ખરીદવી એટલે કે 1 BHK ફ્લેટ ખરીદવા બરાબર છે, જાણો કેમ છે આટલી મોંઘી
buying a bottle of this whiskey is equal to buying 1 BHK flat

Follow us on

Whiskey Lovers: એવું કહેવામાં આવે છે કે શરાબ જેટલી જુની એટલી સારી અને તેના ફાયદા વધુ છે.  એમ તો તમે વિશ્વમાં ઘણા પ્રકારના દારૂની જાતો વિશે સાંભળ્યું હશે, જેમાં તેમની પોતાની લાક્ષણિકતાઓ હશે. પરંતુ આજે અમે તમને વિસ્કી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વિશ્વની સૌથી મોંઘી છે. અમે સિંગલ માલ્ટ વ્હિસ્કી વિશે વાત કરી રહ્યા છીએ જેની કિંમત તમારા હોશ ઉડાવી દેશે.

US $ 30000ની વ્હિસ્કી

સિંગલ માલ્ટ વ્હિસ્કીની કિંમત US $ 30,000 સુધી હોઈ શકે છે. થોડા વર્ષો પહેલા, મેકાલન 1926 એ એક બોટલ વેચી હતી જેની કિંમત $ 1.5 મિલિયન હતી. આ સાંભળીને તમારા હોશ ઉડી જશે કેમકે  આટલી રકમમાં ઘણા કામ પાર પાડી શકાય તેમ છે. ઘણા લોકો આ રકમ ખર્ચ કરતા પહેલા ઘણી વખત વિચારશે. પણ આ વ્હિસ્કીમાં એવું તો શું હતું કે તેને આટલો ભાવ મળ્યો. મકાલનની માત્ર 12 બોટલ તૈયાર છે. ગ્લેન્ડફિકને વિશ્વની શ્રેષ્ઠ સિંગલ માલ્ટ વ્હિસ્કીમાંની એક માનવામાં આવે છે. તેની 50 વર્ષ જૂની બોટલની કિંમત 30,000 યુએસ ડોલર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સિંગલ મોલ્ટ વ્હિસ્કી કેમ મોંઘી છે?

સિંગલ માલ્ટ વ્હિસ્કી તૈયાર કરવી એક મુશ્કેલ અને લાંબી પ્રક્રિયા છે. આ વ્હિસ્કી જવમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પછી, જવ ભૂગર્ભ જળ સાથે મિશ્રિત થાય છે. તે 64 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ થાય છે. તે એટલું ગરમ ​​થાય છે કે તે ખાંડમાં ફેરવાય છે, એક સરસ મીઠું, ચીકણું પ્રવાહીમાં પેરવાય છે કે જેને વોર્ટ કહેવાય છે. આ વોર્ટ ઠંડુ થાય છે અને પછી તેને વોશ બોક્સમાં મુકવામાં આવે છે. તે સૌપ્રથમ ડિસ્ટીલેશન માટે કોપર વોશ સ્ટિલ્સમાં ગરમ ​​થાય છે અને બીજુ સ્પિરિટ સ્ટિલ્સમાં.

તેની વિશેષતા શું છે?

30 વર્ષ જૂની સિંગલ માલ્ટ વ્હિસ્કીમાં 30 થી 40 ટકા આલ્કોહોલ બેરલમાં બાષ્પીભવન કરી શકાય છે. અથવા તમે તેને એવી રીતે સમજી શકો છો કે દર વર્ષે વ્હીસ્કીની લાઈફમાં 1% આલ્કોહોલ ઉમેરાય છે. કોઈપણ વ્હિસ્કીને શ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે તેમાં ‘એન્જલ્સ શેર’ હોય છે. એન્જલ શેરનો અર્થ એ છે કે પ્રવાહીનું કુદરતી બાષ્પીભવન જે સમયાંતરે પર્યાવરણમાં ઓગળી જાય છે. આ પ્રક્રિયાને કારણે જ કોઈપણ વ્હિસ્કી આટલી મોંઘી થઈ જાય છે કારણ કે તે એક અસાધારણ પ્રક્રિયા છે.

એન્જલનો હિસ્સો અને તેની એક્સક્લુઝીવનેસ સિંગલ માલ્ટ વ્હિસ્કીને વધુ મોંઘી બનાવે છે. સ્કોટલેન્ડમાં, ઠંડા તાપમાનને કારણે, બાષ્પીભવન ખૂબ ઓછું છે, પરંતુ જ્યારે વ્હિસ્કી 60 વર્ષ સુધી રાખવામાં આવે છે, ત્યારે એન્જલ શેર મોટી માત્રામાં ઉડી જાય છે. જ્યારે કોઈ ઉત્પાદન બાષ્પીભવનને કારણે ઉડી જતુ હોય છે ત્યારે તે એક અસાધારણ ઉત્પાદન બની જાય છે.

Next Article