Skin care: ફુદીનાની મદદથી ગરમીની ઋતુમાં મેળવો સ્કીન પર ગ્લો, આ રીતે બનાવો ફેસ પેક

|

Apr 19, 2022 | 9:32 PM

Mint for skin care: ફુદીનાના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો ત્વચા પરના પિંપલ્સ અને એક્ને દૂર કરવામાં સક્ષમ છે. તેનુ ફેસ પેક બનાવીને તમે સારી ચમક મેળવી શકો છો. જાણો કેવી રીતે બનાવી શકો છો તેનું ફેસ પેક.

Skin care: ફુદીનાની મદદથી ગરમીની ઋતુમાં મેળવો સ્કીન પર ગ્લો, આ રીતે બનાવો ફેસ પેક
skin care with mint

Follow us on

શિયાળાની તુલનાએ ઉનાળામાં ત્વચાને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં જે ટેનિંગ ( Skin tanning ) થાય છે તે ત્વચાને નિસ્તેજ અને ક્ષતિગ્રસ્ત બનાવે છે, જેને રિપેર કરવું એટલું સરળ નથી. કહેવાય છે કે ઉનાળામાં ત્વચાને બેવડી સંભાળની જરૂર પડે છે. ઉનાળામાં ત્વચાની સંભાળ માટે તમને સમર કેર પ્રોડક્ટ્સ બજારમાં મળશે, પરંતુ તમે ઘરેલું ઉપચારથી (skin care home remedies) પણ ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવી શકો છો. તમે ફુદીના દ્વારા ચહેરાને વધુ ચમકદાર બનાવી શકો છો. ફુદીનામાં રહેલા ઔષધીય ગુણ ત્વચાને ( Skin care tips ) અંદરથી રિપેર કરી શકે છે. આ કારણથી તેને ઔષધીય વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌંદર્ય સંભાળમાં શ્રેષ્ઠ પરિણામો આપવાને કારણે, લોકો તેનો ઉપયોગ શેમ્પૂ, ક્લીંઝર અને ટોનર તરીકે પણ કરે છે. તેના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો ત્વચા પરના ખીલ અને એક્ને દૂર કરવામાં સક્ષમ છે. તેનો ફેસ પેક બનાવીને તમે સારી ચમક મેળવી શકો છો. જાણો કેવી રીતે બનાવી શકો છો તેનો ફેસ પેક.

કાકડી અને ફુદીનો

ઉનાળામાં ત્વચાને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે અને આ માટે તમે કાકડીની મદદ લઈ શકો છો. પાણીના ગુણોથી ભરપૂર કાકડીને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા થોડા સમય પછી ચમકવા લાગશે. બીજી તરફ, ફુદીનો ત્વચાને ઠંડક પહોચાડીને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકે છે. છીણેલી કાકડીનો રસ એક વાસણમાં મૂકો અને તેમાં ફૂદીનાના પાનનો રસ અથવા પેસ્ટ ઉમેરો. આ પેકને ચહેરા પર લગાવો અને સુકાવા માટે છોડી દો. સુકાય ગયા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તુલસી અને ફુદીનો

ફુદીનાની જેમ તુલસીમાં પણ ઔષધીય ગુણો છે. સ્વાસ્થ્યની જેમ તે ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. બ્લેન્ડરની મદદથી તુલસી અને ફુદીનાના પાન ઉમેરીને બ્લેન્ડ કરો. જો તમે ઈચ્છો તો તેમાં લીમડાના પાન પણ ઉમેરી શકો છો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા માટે છોડી દો. થોડી વાર પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો. આ પદ્ધતિથી ત્વચા તો ગ્લોઈંગ થશે જ, સાથે જ ચહેરા પરના પિમ્પલ્સ પણ ગાયબ થઈ જશે.

ફુદીનો અને મુલતાની માટી

ત્વચા સંભાળમાં મુલતાની માટીનો ઉપયોગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે પિમ્પલ્સ જેવી સમસ્યાને દૂર કરીને ત્વચાના રંગને સુધારી શકે છે. જો તમે તેમાં ફુદીનો ભેળવીને ચહેરા પર લગાવો તો તમને બેવડો ફાયદો મળી શકે છે. એક વાસણ લો અને તેમાં મુલતાની માટીને પાણીથી પલાળી દો. હવે તેમાં ફુદીનાના પાનનો રસ ઉમેરો અને આ પેકને ચહેરા પર લગાવો. જ્યારે સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી જ રિમુવ કરો.

આ પણ વાંચો : Fashion Tips: ફ્રેશ અને આરામદાયક રહેવા માટે ગરમીની સિઝનમાં આ રંગોના આઉટફિટ્સ વોર્ડરોબમાં કરો સામેલ

Next Article