
જો તમે એવો પ્લાન બનાવી રહ્યા છો કે, ઓછા બજેટમાં એક જ ટુરમાં એકથી વધારે જગ્યાઓ ફરવાનો આનંદ માણી શકો. તો આ ગુડન્યુઝ તમારા માટે છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને Rajasthan with Ujjain Yatra નામથી ગૌરવ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન પેકેજ લોન્ચ કર્યું છે.આ ટુર 11 સાંજ અને 12 દિવસનું રહેશે. જેની શરુઆત 21 ઓક્ટોબર 2026થી થશે. આ દરમિયાન મુસાફરોને રાજસ્થાનના અનેક ફેમસ સ્થળો અને મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ઓમકારેશ્વરના દર્શન કરવાની તક મળશે.
આ સ્પેશિયલ ટ્રેન સોલાપુરથી રવાના થશે. મુસાફરો સોલાપુર સિવાય કુડુવાડી, દૌંડ, પુણે, લોનાવાલા,કલ્યાણ, વસઈ રોડ, સુરત ,વડોદરા અને રતલામ જેવા સ્ટેશનો પરથી બોર્ડિંગ અને ડી-બોર્ડિંગ કરી શકશે. આખા ટુર દરમિયાન ટ્રેનથી મુસાફરી કરવાની સાથે કેટલાક સ્થળો સુધી બસ દ્વારા લઈ જવાની સુવિધા મળશે.
યાત્રા દરમિયાન સૌથી પહેલા ઉદયપુર ફરવા લઈ જવામાં આવશે. અહી સિટી પેલેસ, જગદીશ મંદિર,નાથદ્વારા મંદિર અને સ્ટેચ્યુ ઓફ બિલીફની મુલાકાત લઈ શકશો. ત્યારબાદ અજમેર અને પુષ્કરમાં બ્રહ્મા મંદિર,પુષ્કર ઝીલ અને અજમેર દરગાહના દર્શન કરી શકશો. જોધપુરમાં મેહરાનગઢ કિલ્લો અને ઉમ્મેદ ભવન પેલેસ જોઈ શકશો. જયપુર સિટીમાં પેલેસ,હવા મહેલ અને બિરલા મંદિરના દર્શન કરી શકશો. આ સિવાય રિંગસ સ્થિત ફેમસ ખાટું શ્યામ જી મંદિરના દર્શન કરી શકશો. પ્રવાસના છેલ્લા દિવસે ઉજ્જૈન પહોંચી મહાકાળેશ્વર જ્યોર્તિલિંગ અને ઓમકારેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરી શકશો.
Embark on the Divine Rajasthan with Ujjain Yatra aboard the Bharat Gaurav Tourist Train and experience 12 days of spirituality, heritage, and timeless beauty.
Reserve your seat for this memorable spiritual escape.Book now: https://t.co/V5PCpBE3AX@RailMinIndia pic.twitter.com/yvIYnsXRqI
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) June 29, 2026
આઈઆરસીટીસીએ મુસાફરો માટે 3 કેટેગરીમાં આ પેકેજ શેર કર્યું છે. જેમાં ઈકોનોમી સ્લીપર કેટેગરીમાં ભાડું 19,900 રુપિયા પ્રતિ વ્યક્તિ, થર્ડ એસી માટે 31,920 રુપિયા અને સેકન્ડ એસી માટે 41,840 રુપિય ભાડું રાખવામાં આવ્યું છે. આ પેકેજમાં શુદ્ધ ભોજન, હોટલમાં રહેવાની વ્યવસ્થા. દર્શનના સ્થળે આવવા-જવા બસ,ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, ટ્રેનમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ ઈકોનોમી કેટેગરીમાં મુસાફરો માટે નોન એસી સ્લીપર ટ્રેન અને નોન એસી હોટલમાં રહેવાની સુવિધા મળશે.
જો તમે પણ આ ટુર પેકેજમાં જવા માંગો છો તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ પેકેજ બુક કરી શકો છો.