IRCTCએ યાત્રિકો માટે શ્રી રામાયણ યાત્રા ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ ટુર પેકેજમાં યાત્રિકો ભારત ગૌરવ ડિલેક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં યાત્રા કરશે. આ ટુર પેકેજની શરુઆત 96,475 રુપિયાથી થાય છે. આઈઆરસીટીસીના આ ટુર પેકેજની શરુઆત દિલ્હીથી થશે. જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છે. તેમજ તમારા પરિવારમાં માતા-પિતાને રામાયણ યાત્રાના ટુર પેકેજમાં મોકલવા માંગો છો. તો તમારે આ પેકેજ દિલ્હીથી બુક કરવાનું રહેશે. એટલે કે, આના માટે તમારે દિલ્હી તમારા ખર્ચે જવાનું રહેશે. દિલ્હીથી તમે આ ટુર પેકેજનો લાભ ઉઠાવી શકશો.
આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બકસર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક હમ્પી અને રામેશ્વર દર્શન કરી શકશો. આ ટુર પેકેજનું બુકિંગ તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ કરી શકો છો. આ ટુર પેકેજની શરુઆત 28 નવેમ્બરથી શરુ થશે. ટુર પેકેજમાં કુલ 150 સીટ છે. એસી 1 કૂપમાં 20 સીટ છે. એસી 1 કેબિનમાં કુલ 39 સીટ છે. એસી 2માં કુલ 36 સીટ છે અને એસી 3માં કુલ 56 સીટ છે.
Let the stories of the Ramayana come alive as you traverse sacred grounds on IRCTC’s divine journey!
Hurry, limited seats available. Book your seat today!https://t.co/9wVGrRCApT
(Package Code = CDBG18)#IRCTCForYou #ThinkTravelThinkIRCTC #IRCTCAt25 #DekhoApnaDesh pic.twitter.com/0Ap8wdsVE4
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) October 9, 2024
જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિએ એસી કેબિનમાં 162310 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. જો તમે એસીમાં યાત્રા કરવા માંગો છો 2 લોકો સાથે ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમારે 146875 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. તેમજ આ ટુર પેકેજમાં એસી, નોન એસીના અલગ અલગ ચાર્જ છે.આ યાત્રા દેશભરના અનેક રાજ્યોમાંથી પસાર થશે.
IRCTCના આ ટુર પેકેજથી યાત્રિકો ભગવાન રામ અને સીતા માતા સાથે જોડાયેલા તમામ સ્થળોએ દર્શન કરી શકશે. જેની શરુઆત 28 નવેમ્બરથી થશે. તમને જણાવી દઈએ કે, આ ટુર પેકેજ 16 રાત અને 17 દિવસનું છે. જો કોઈ તેમના માતા પિતાને આ લાંબી યાત્રા કરાવવા માંગે છો. તો આ ટુર પેકેજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ બુક કરી શકો છો.
Published On - 5:49 pm, Wed, 16 October 24