Breaking News : ટોલ પ્લાઝા થશે ‘લાઈન ફ્રી’, વાહન દોડતું રહેશે અને ટોલ કપાતો જશે

Highway Toll System : કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ હાઈવે પર મુસાફરી કરનારાને મોટી રાહત આપી છે. માર્ચ 2027 સુધીમાં દેશના તમામ ટોલ પ્લાઝા સંપૂર્ણ રીતે બેરિયર ફ્રી થઈ જશે. એએનપીઆર ટેકનીક દ્વારા ગાડી રોકાયા વગર ટોલ કપાય જશે.

Breaking News : ટોલ પ્લાઝા થશે ‘લાઈન ફ્રી’, વાહન દોડતું રહેશે અને ટોલ કપાતો જશે
| Updated on: Sep 15, 2026 | 12:54 PM

લાંબી સફર દરમિયાન ટોલ પ્લાઝા પર લાગનારી લાંબી લાઈનો સફરની આખી મજા ખરાબ કરી નાંખે છે. પરંતુ હવે ખુબ જલ્દી આ પરેશાની દુર થવાની છે. સરકાર એક એવી સિસ્ટમ લઈને આવી રહી છે. જેનાથી તમારે ટોલ ચુકવવા માટે ગાડી રોકવાની કે સ્પીડ ઓછી કરવાની કોઈ જરુર પડશે નહી. કેન્દ્રિય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું કે, આવનારા સમયમાં ફાસ્ટેગની સાથે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન ટેકનીકનો મોટા પ્રમાણમાં ઉપયોગ થશે.

ક્યાં સુધી લાગુ થશે નવી સિસ્ટમ

ગડકરીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવે પર તમામ ટોલ બુથને બેરિયર ફ્રી બનાવવાના પ્લાન પર જલ્દી કામ કરી રહી છે. આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 70 ટકાથી વધારે ટોલ બૂથ બેરિયર ફ્રી કરવામાં આવશે. માર્ચ 2027 સુધીમાં આ ટાર્ગેટને 100 ટકા કામ પૂર્ણ કરવામાં આવશે. દેશમાં હાલમાં 13 કરોડથી વધારે ફાસ્ટૈગ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. નેશનલ હાઈવે પર ફાસ્ટેગની પહોંચ 98 ટકાને વટાવી ગઈ છે.

ગાડી રોકાયા વગર કપાશે ટેક્સ

હવે સૌથી મોટો સવાલ એ છે કે, બેરિયર વગર ટોલ ટેક્સ કેવી રીતે કપાશે. તો આનો સીધો જવાબ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ છે. આ ટેકનીકને આ વર્ષે 11 મે 2026ના મુંબઈના એક ટોલ પ્લાઝા પર ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. આ નવી સિસ્ટમમાં ટોલ પ્લાઝા પર કોઈ બેરિયર હશે નહી. જેવી તમારી ગાડી ટોલ ઝોનથી પસાર થશે. ત્યાં લાગેલા હાઈ ટેક કેમેરા તમારી ગાડીના નંબર પ્લેટ સ્કૈન કરી લેશે. ત્યારબાદ સીધા તમારા લિંક અકાઉન્ટ પરથી પૈસા કપાય જશે. આનાથી ટોલ પ્લાઝા પર લાગનાર ભયંકર ટ્રાફિક જામમાંથી હંમેશા માટે મુક્તિ મળશે.

આનાથી સીધો ફાયદો લોકોને થશે

આ નવી સિસ્ટમથી મોટો ફાયદો લોકોને થશે. ગડકરીના જણાવ્યા મુજબ પહેલા ટોલ પ્લાઝા પર એક ગાડી 12 મિનિટ સુધી ઉભી રહેતી હતી. નવી સિસ્ટમ લાગુ થવાથી આ સમય હવે લાગશે નહી. જેનાથી માત્ર લોકોનો કિંમતી સમય બચશે નહી પરંતુ ગાડીનું ઈંધણ પણ બચશે. એક સ્ટડી મુજબ ટોલ પ્લાઝા પર વાહનો ન રોકવાથી દર વર્ષે આશરે 5,250 કરોડનું ઇંધણ બચશે. આનો અર્થ એ છે કે લોકોના પૈસાની બચત થશે.

7 ઘર, લાખોની કાર અને કરોડો રુપિયાની જમીન, પતિ કરતા પત્નીના નામે છે વધુ સંપત્તિ, આવો છે ગડકરીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.