Breaking News : ચાર ધામ યાત્રા પહેલા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો નિર્ણય, ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. ઉત્તરાખંડ સરકારે 19 એપ્રિલના રોજથી શરુ થનારી પવિત્ર તીર્થયાત્રાની યોજના બનાવી રહેલા ભક્તો માટે ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું છે. આ વચ્ચે ઉત્તરાખંડ મંદિર સત્તામંડળે ચારધામ યાત્રા 2026 પહેલા 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

Breaking News : ચાર ધામ યાત્રા પહેલા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો નિર્ણય, ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ
| Updated on: Mar 12, 2026 | 12:38 PM

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. ચાર ધામ યાત્રા પહેલા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મોટો નિર્ણય લીધો છે, ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મંદિરોમાં બદ્રીનાથ અને કેદારનાથના મુખ્ય મંદિરો સામેલ છે.

19 એપ્રિલથી શરુ થનારી પવિત્ર ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. જ્યારે યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ 19 એપ્રલિના રોજ જ્યારે કેદારનાથના 22 એપ્રિલના અને બદ્રીનાથના કપાટ 23 એપ્રિલના રોજ ખુલશે.

આ પહેલા 47 મંદિરોમાં બિન-હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો છે. 10 માર્ચના રોજ દેહરાદુન સ્થિત BKTCના કેમ્પ કાર્યલયમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાણાકીય વર્ષ 2026-27 માટે 121.7 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી.

અધ્યક્ષ દ્વિવેદીએ કહ્યું કે, આ પ્રકારના પ્રતિબંધની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. તેમણે આગળ કહ્યું કે, માત્ર એ લોકોનું જ સ્વાગત છે. જે સનાતન ધર્મનું પાલન કરે છે. બાબા કેદારના તેમજ બદ્રી વિશાળમાં આસ્થમાં રાખે છે. હવે આ 47 મંદિરોના ગર્ભગૃહ અને પરિસરમાં બિન -હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો છે

ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ માધ્યમથી શ્રદ્ધાળુઓ આ તીર્થયાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.રજિસ્ટ્રેશન મોબાઇલ એપ અથવા વોટ્સએપ દ્વારા પણ કરી શકાય છે.ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓ મોબાઈલ એપ’Tourist Care Uttarakhand’ ડાઉનલોડ કરીને પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છે.

ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન જરુરી

અધિકારીઓએ ચારધામ યાત્રા જવા માટે પ્લાન બનાવી રહેલા યાત્રિકો માટે રજિસ્ટ્રેશન જરુરી કર્યું છે. આનો ઉદ્દેશ ભીડ તેમજ સારું મેનેજમેન્ટ અને સુરક્ષામાં સુધારો કરવો તેમજ વધુ આરામદાયક યાત્રા અનુભવ સુનિશ્ચિત કરવા માટેનો છે.ચાર ધામ યાત્રા માટે કેવી રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ચાલો જાણીએ.જો તમે વેબસાઈટ દ્વારા રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો. સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જઈ કરી શકો છો.

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.