Breaking News : કેદારનાથ હેલિકોપ્ટરમાં બેસીને જવાનો પ્લાન છે, તો જાણો લો ટિકિટ ક્યાંથી કેવી રીતે બુક કરવી

Char Dham Yatra 2026: જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારા માટે એક ગુડન્યુઝ છે. આ વર્ષે 19 એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. જો તમે કેદારનાથ હેલિકોપ્ટર દ્વારા જવા માંગો છો. તો ક્યાં કેવી રીતે ટિકિટ બુક કરવી જાણી લો.

Breaking News : કેદારનાથ હેલિકોપ્ટરમાં બેસીને જવાનો પ્લાન છે, તો જાણો લો ટિકિટ ક્યાંથી કેવી રીતે બુક કરવી
| Updated on: Apr 03, 2026 | 11:31 AM

Char Dham Yatra 2026: ચારધામ 2026 હેઠળ કેદારનાથ ધામ જનારા શ્રદ્ધાળુઓ માટે ગુડ ન્યુઝ છે.મંદિરના કપાટ 22 એપ્રિલના ખોલ્યાના એક દિવસ પહેલા 21 એપ્રિલથી હેલિકોપ્ટર સેવાઓ શરુ થશે.ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA)એ આ વર્ષ માટે 8 હેલિકોપ્ટર ઓપરેટરોની પસંદગી કરી છે અને ગુપ્તકાશી, ફાટા અને સિરસી રૂટ માટે ભાડા પણ નક્કી કર્યા છે.

ચારધામ યાત્રાની શરુઆત 19 એપ્રિલથી યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખોલવાની સાથે થશે. કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાઓ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાનું પ્રમુખ માધ્યમ હોય છે. ખાસ કરીને વુદ્ધ અને અસ્વસ્થ યાત્રિઓ માટે.

ક્યા રુટ પર કેટલી હેલિકોપ્ટર સેવાઓ?

કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ દર વર્ષે ગુપ્તકાશી, ફાટા અને સિરસીથી સંચાલિત કરી શકાય છે. 2022માં પૂર્ણ થયેલી ટેન્ડર પ્રક્રિયા ત્રણ વર્ષ માટે હતી, પરંતુ 2026માં એક નવું ટેન્ડર ફાઇનલ કરવામાં આવ્યું. ઘણા ઓપરેટરોએ ભાગ લીધો, અને આઠની પસંદગી કરવામાં આવી. આ વર્ષે, બે ઓપરેટરો ગુપ્તકાશીથી, ચાર ફાટાથી અને બે સિરસીથી સેવાઓ ચલાવશે.

ભાડું કેટલું છે?

  • ગુપ્તકાશીથી કેદારનાથ – પ્રતિ વ્યક્તિ 6,077
  • ફાટાથી કેદારનાથ – પ્રતિ વ્યક્તિ 4,840
  • સિરસીથી કેદારનાથ – પ્રતિ વ્યક્તિ 3,043

આ ભાડામાં GST અને સુવિધા ફીનો સમાવેશ થતો નથી, જે બુકિંગ સમયે ઉમેરવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં, સિરસીથી ભાડા ઘટાડવામાં આવ્યા છે, જ્યારે ગુપ્તકાશી અને ફાટાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

ગત્ત વર્ષે કેટલું ભાડુ હતું?

ગત્ત વર્ષે ગુપ્તકાશીથી કેદારનાથ સુધી આવવા-જવાનું ભાડું 12444 રુપિયા હતુ.આ વખતે 290 ઓછું છે. ફાટાથી આવવા-જવા માટેનું ભાડું 8842 રુપિયા હતુ. જેમાં આ વખતે 838 રુપિયા વધ્યું છે. સિરસાથી આવવા-જવાનું ભાડું8839 રુપિયા હતુ.જેમાં આ વખતે 2753 રૂપિયા ઘટાડવામાં આવ્યું છે.

ક્યાંથી કરો બુકિંગ?

છેતરપિંડીથી બચવા માટે, અધિકારીઓએ યાત્રાળુઓને ફક્ત સત્તાવાર IRCTC હેલી યાત્રા પોર્ટલ દ્વારા જ ટિકિટ બુક કરવાની સલાહ આપી છે. યાત્રાળુઓ સત્તાવાર IRCTC પોર્ટલ, heliyatra.irctc.co.in ની મુલાકાત લઈને ટિકિટ બુક કરાવી શકે છે. આ પોર્ટલ ટૂંક સમયમાં બુકિંગ માટે ખુલશે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે, યાત્રાળુઓ માટે સલામત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે યાત્રાધામની મોસમ દરમિયાન કડક સુરક્ષા અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે.

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.