Tips : તુલસીના આ ફેસપેક ચહેરા પર કરશે જાદુઈ અસર

|

May 19, 2021 | 4:22 PM

Tips : તુલસીને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે. જેને સ્કિન કેર માટે ઓન ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં તુલસી જડીબુટ્ટી છે જે એન્ટી એજિંગનું પણ કામ કરે છે.

Tips : તુલસીના આ ફેસપેક ચહેરા પર કરશે જાદુઈ અસર
તુલસી

Follow us on

Tips : તુલસીને પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે. જેને સ્કિન કેર માટે ઓન ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં તુલસી જડીબુટ્ટી છે જે એન્ટી એજિંગનું પણ કામ કરે છે. તે તમારા ચહેરા પર જાદુઈ અસર કરે છે. તેમાં એન્ટી ઈંફ્લેમેટરી તત્વ છે. રોજના 3 કે 4 પાંદડા તુલસીના ખાવાથી પાચન માટે પણ સારું છે. ચહેરા પરના ખીલ, ડાઘ ધબ્બા, કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

તુલસી ના બનાવેલા ફેસપેક ત્વચાને અંદરથી સાફ કરીને કાંતિવાન બને છે. ત્વચાના પ્રકારને અનુરૂપ આ ફેસપેક બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે. તમારી ત્વચાના પ્રકાર મુજબ ફેસપેક બનાવી લગાવો અને જુઓ તમારી ત્વચા કેવી કાંતિવાન બને છે.

ઓઈલી ત્વચા માટે
તુલસી અને લીમડાના પાનનો પાવડર સરખા ભાગે લઈ થોડું મધ મેળવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો .તે પછી પંદર-વીસ મિનિટ વાત ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. આનાથી ત્વચાનું વધારાનું તેલ દૂર થઇ જવા સાથે ત્વચા કોમળ બનશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ડ્રાય ત્વચા માટે
એક ચમચી તુલસીના પાનનો પાવડર, અડધી ચમચી દહીં અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી તેને ચહેરા અને ગરદન પર લગાવી તે સૂકાય એટલે ધોઈ નાંખો. તે પછી મોઈશ્ચરાઈઝર લગાવો. આ પેક લગાવવાથી ત્વચા કોમળ બને છે.

નોર્મલ ત્વચા માટે
એક ચમચી તુલસીના પાનનો પાવડર, એક ચમચી સૂંઠનો પાવડર અને ગુલાબ જળ મિક્સ કરી ચહેરા પર લગાવીને સૂકાવા દો. તે પછી ચહેરો ધોઈ નાંખો. તેનાથી ત્વચાના ડાઘ દૂર થાય છે અને ત્વચા નિખરે છે.

Next Article