Tips: ગરમીમાં સ્કિન ટેનની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ

|

May 14, 2021 | 3:26 PM

Tips: ગરમીની સિઝનમાં ફક્ત શરીરને નહીં પરંતુ ત્વચાની દેખરેખ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. નહીં તો ગરમીઓમાં તડકામાં બહાર નીકળવાને કારણે ચહેરા કે શરીરના અલગ અલગ ભાગો પર સ્કિન ટેન થઈ જાય છે.

Tips: ગરમીમાં સ્કિન ટેનની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ
Skin Tips

Follow us on

Tips: ગરમીની સિઝનમાં ફક્ત શરીરને નહીં પરંતુ ત્વચાની દેખરેખ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. નહીં તો ગરમીઓમાં તડકામાં બહાર નીકળવાને કારણે ચહેરા કે શરીરના અલગ અલગ ભાગો પર સ્કિન ટેન થઈ જાય છે. તેના કારણે સ્કિન કાળી પડી જાય છે. જેને આપણે સ્કિન ટેન કહીએ છીએ.

ગરમીમાં ટેનિંગ ની સમસ્યા દરેક કોઈને સતાવે છે. સ્કિન ટ્રેનિંગ આપણી સુંદરતાને ખરાબ કરવાનું કામ કરે છે. આ મોસમમાં સ્કિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બળબળતા તડકાને કારણે સ્કિન ખરાબ થઈ જાય છે.

પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે ઘરેલૂ ઉપાયોની મદદ લઈ શકાય છે. તે ફક્ત તમારી સ્કિનનું ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે પરંતુ તમારી સ્કિનની સુંદરતા પણ વધાઈ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગરમીઓમાં સ્કિન ટેનથી બચવા માટે અપનાવો આ ટિપ્સ :

દહીં
દહીંને સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ટેનિંગની સમસ્યા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ત્વચાના અફેક્ટેડ એરિયા પર થોડીવાર સુધી લગાવવાથી તેની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

એલોવેરા જેલ
એલોવેરાનો જેલ સ્કીન સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરવામાં મદદગાર માનવામાં આવે છે. એલોવેરા સ્કિનમાં મેલેનીનની માત્રાને ઓછી કરવાની સાથે-સાથે પિગ્મેન્ટેશનને પણ ઓછું કરવાનું કામ પણ કરે છે. ગરમીની સીઝનમાં રોજ એલોવેરા જેલ લગાવવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓથી બચાવી શકાય છે.

દૂધની જ્યુસ
દુધી અને ફક્ત આરોગ્ય માટે નહીં પરંતુ સુંદરતા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ઝડપથી તેની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો દૂધીનો જ્યૂસ લગાવો. આ જ્યૂસને ટેનિંગ વાળી જગ્યા પર દિવસમાં બે ત્રણ વાર લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે.

Next Article