Health Tips : શું તમે નાઈટ શિફટમા કામ કરી રહ્યા છો, તો તંદુરસ્ત રહેવા માટે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો

|

Jul 18, 2021 | 2:53 PM

આજકાલનું વર્ક કલ્ચર ખૂબ બદલાઈ ગયું છે. જ્યાં પહેલા મોટાભાગના લોકો દિવસ દરમિયાન કામ કરતા હતા અને કેટલાક લોકો નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. તે જ સમયે હવે મોટાભાગની કંપનીઓમાં, લોકો રાત અને દિવસ બંને પાળીમાં કામ કરે છે.

Health Tips : શું તમે નાઈટ શિફટમા કામ કરી રહ્યા છો, તો તંદુરસ્ત રહેવા માટે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો
Take special care of these things to stay healthy in night shift

Follow us on

Health Tips : હવે મોટાભાગની કંપનીઓમાં ડે અને નાઇટ શિફ્ટ (night shift)માં કામ કરવામાં આવે  છે. જો તમે પણ નાઇટ શિફ્ટમાં કામ કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. જેનાથી તમે રોગોથી દુર રહેશો.સ્વસ્થ રહેવા માટે લાઈફસ્ટાઈલ (Lifestyle)માં જરૂરી ફેરફાર કરો.

આજકાલનું વર્ક કલ્ચર ખૂબ બદલાઈ ગયું છે. જ્યાં પહેલા મોટાભાગના લોકો દિવસ દરમિયાન કામ કરતા હતા અને કેટલાક લોકો નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. તે જ સમયે હવે મોટાભાગની કંપનીઓમાં, લોકો રાત અને દિવસ બંને પાળીમાં કામ કરે છે. આટલું જ નહીં પુરુષ અને સ્ત્રી બંને નાઈટ શિફ્ટમાં કામ કરે છે. નાઇટ શિફ્ટ ( night shift)માં કામ કરવાને કારણે આપણી લાઈફસ્ટાઈલ પણ બદલાય છે.

આપણે આપણા જમવા પર ધ્યાન આપી શકતા નથી, જેના કારણે સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. અનેક અભ્યાસોમાં દાવો કર્યો છે કે, નાઇટ શિફ્ટ( night shift)માં કામ કરવાથી આરોગ્યને લગતી બીમારીઓ વધી જાય છે. પરંતુ તમે તમારી લાઈફસ્ટાઈલ (Lifestyle)માં ફેરફાર કરીને રોગોથી બચી શકો છો. ચાલો અમે તમને આ ટીપ્સ વિશે જણાવીશું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભરપુર ઊંઘ કરો

કામ કર્યા બાદ દિવસભર ઊંઘ કરો,ઊંઘ કરવાથી તમે તાજગી અનુભવશો અને કામ કરવામાં પણ એક્ટિવ રહેશો. જો તમે પુરતા પ્રમાણમાં ઊંઘ લેશો નહિ તો અનેક સમસ્યા થઈ શકે છો.આ સમસ્યાથી બચવા માટે દિવસમાં ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ કરો.

જંકફૂડ ખાવાનું ટાળો

નાઈટ શિફટ ( night shift)માં કામ કરતા સમયે કેટલાક લોકો બહારનું જંક ફૂડ ખાય છે પરંતુ તમે આવી ભુલ કરશે. રાત્રે કામ કરતી વખતે હેલ્ધી નાસ્તાનું સેવન કરો. આવી વસ્તુઓનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું લાગશે અને સતત ભુખ પણ લાગશે નહિ.

ફળ ખાઓ

નાઈટ શિફટ ( night shift)માં કામ કરનારાઓએ ફળો (Fruits) ખાવા જોઈએ. જેના કારણે શરીરમાં એનર્જી રહે છે. આ સિવાય વધુ માત્રામાં પાણી પીવો. જેનાથી તમારું શરીર હાઈડ્રેટ રહેશે. સીઝનલ ફુટ્સ ખાવાથી હેલ્ધી રેહેશો. આ વસ્તુઓ તમને એનર્જી આપશે અને ફિટ પણ રાખશે.

ચા અથવા કોફીનું સેવન કરો

નાઈટ શિફટ( night shift)માં કામ કરવા માટે લોકો ચા અથવા કોફીનું સેવન કરતા હોય છે પરંતુ ચા કોફીનું સેવન સ્વાસ્થય માટે હાનિકારક છે. તમે આની જગ્યાએ હર્બલ ટી અથવા ગ્રી ટી (Gree tea)નું સેવન કરી શકો છો.

કસરત જરુર કરો 

નાઈટ શિફટ ( night shift)માં કામ કરવાને કારણ લોકો કસરત કરી શકતા નથી. તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે દરરોજ કસરત (Exercise)કરવી જોઈએ. જો તમે કસરત ન કરી શકો તો અડધો કલાક ચાલવાનું રાખો.

આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

Next Article