Summer Wear : ઉનાળામાં ત્વચાને ટેન થતી બચાવવા પહેરો સમરકોટ

|

May 12, 2021 | 4:14 PM

આમ તો ઉનાળામાં આખી બાયના કપડાં પહેરવા જ યોગ્ય રહે છે. જેથી ત્વચા કાળી ન પડે આમ છતાં જો તમે સ્લીવલેસ ડ્રેસ પહેરો તો સમરકોટ પહેરવું જરૂરી છે.

Summer Wear : ઉનાળામાં ત્વચાને ટેન થતી બચાવવા પહેરો સમરકોટ
Summer Wear

Follow us on

Summer Wear : આમ તો ઉનાળામાં આખી બાયના કપડાં પહેરવા જ યોગ્ય રહે છે. જેથી ત્વચા કાળી ન પડે આમ છતાં જો તમે સ્લીવલેસ ડ્રેસ પહેરો તો સમરકોટ પહેરવું જરૂરી છે. સમરકોટ ત્વચાને ટેન થતી બચાવે છે અને સ્ટાઇલિશ લુક પણ આપે છે. સમરકોટ ફિટેડ અને લુઝ એમ બે પેટર્નમાં જોવા મળે છે. જો તમે સ્થૂળ હોવ તો લૂઝ સમરકોટ લો અને પાતળા હોવ ફિટેડ સમરકોટ ખરીદો. સમરકોટમાં અનેક પ્રકારની ડિઝાઈન મળે છે.

ફ્લોરલ ડિઝાઇન :
ફૂલોની ડિઝાઇન વાળો સમરકોટ નાજુક અને નમણો લાગે છે. નાની અને મોટી બંને પ્રકારની ડિઝાઈન જોવા મળે છે અને તમે તમારી ચોઇસ પ્રમાણે પસંદ કરી શકો છો.

સ્ટ્રાઇપ ડિઝાઇન :
આ ડિઝાઇનવાળો સમરકોટ હાઇટ વધારે હોય એવો આભાસ આપે છે. જો યુવતીની હાઈટ ઓછી હોય તો એ લાંબી લાગે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્લેન સમરકોટ :
પ્લેન સમર કોટ ઓવર એવરગ્રીન છે. યુવતી તેના ડ્રેસને ધ્યાનમાં રાખીને રંગની પસંદગી કરી શકે છે. હાલમાં પ્લેનમાં મિન્ટ, પેરોટ ગ્રીન, પીળો, ડાર્ક પિંક, વાદળી અને ગ્રે રંગ ડિમાન્ડમાં છે.

પ્રિન્ટેડ :
પ્રિન્ટેડ સમરકોટમાં અલગ અલગ ડિઝાઇન હોય છે. સમરકોટમાં ચેકસ, કાર્ટુન પ્રિન્ટ અને કુદરતી દ્રશ્યો વગેરે ડિઝાઈન મળી રહે છે. તમે તમારી ડિઝાઇન પસંદ કરી શકો છો. આ પ્રિન્ટેડ સમરકોટ પર્સનાલિટીને અનોખો ટચ આપે છે.

એવરગ્રીન વ્હાઇટ :
સમરકોટમાં વિવિધ ડિઝાઇન અને કલર મળી રહે પણ સફેદ રંગ એવરગ્રીન છે. સફેદ રંગ સૂર્યની ગરમીને શોષી લે છે અને દરેક પ્રકારના ડ્રેસ પર સારો લાગે છે. જો તમે ઈચ્છો તો નાની પ્રિન્ટ વાળો સફેદ સમરકોટ પસંદ કરી શકો છો.

Next Article