AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં હીટર ચાલુ રાખીને સૂતા હોવ તો જાણી લો આ વાત, નહીં તો વધશે તમારી મુશ્કેલી

શિયાળામાં રાત્રે હીટર ચાલુ રાખીને સૂવું ત્વચા, ગળા અને આંખોને સૂકવીને ડિહાઇડ્રેશન અને શ્વાસ સંબંધી સમસ્યાઓ વધારી શકે છે.

શિયાળામાં હીટર ચાલુ રાખીને સૂતા હોવ તો જાણી લો આ વાત, નહીં તો વધશે તમારી મુશ્કેલી
| Updated on: Nov 27, 2025 | 6:40 PM
Share

શિયાળામાં રાત્રે ગરમ રહેવા માટે ઘણા લોકો હીટર ચાલુ રાખીને સૂવાનું પસંદ કરે છે, પરંતુ આ આદત શરીર માટે નુકસાનકારક બની શકે છે. હીટરનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે ત્વચા, ગળો અને આંખો સૂકવી નાખે છે, તેમજ ડિહાઇડ્રેશન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. તેથી, હીટરનો સાચો અને સુરક્ષિત ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આ વિષય પર ચાલો ડૉ. સુભાષ ગિરી પાસેથી જાણીએ.

સતત હીટર ચાલવાથી શરીર પર શું અસર થાય છે?

  • સતત હીટર ચાલવાથી રૂમની હવામાંથી ભેજ ઓછી થાય છે અને હવા અત્યંત સૂકી બને છે. તેના કારણે:
  • ત્વચા, હોઠ અને ગળામાં સૂકાપો
  • નાકમાં બળતરા અને આંખોમાં ખંજવાળ
  • ડિહાઇડ્રેશન અને થાક
  • ઊંઘની ગુણવત્તામાં ઘટાડો
  • અસ્થમા અને એલર્જી ધરાવતા લોકોમાં વધતી તકલીફ
  • ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શરદી–ઉધરસવાળા લોકો માટે આ વધુ જોખમકારક છે.

ડૉ. સુભાષ ગિરી શું સલાહ આપે છે?

RML હોસ્પિટલના મેડિસીન વિભાગના ડૉ. સુભાષ ગિરી અનુસાર.  હીટર ચાલુ રાખીને સૂવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ નુકસાન ટાળી શકાય છે. હીટરનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે ડૉક્ટર વિવિધ સલાહ આપે છે.

શિયાળામાં હીટરનો યોગ્ય ઉપયોગ  આ બાબતો ધ્યાનમાં રાખો

  • હીટરની બાજુમાં પાણીની ડોલ અથવા હ્યુમિડિફાયર રાખો , રૂમમાં ભેજ જળવાય છે
  • આખી રાત ફુલ પાવર પર હીટર ન ચલાવો,  લો મોડ અથવા ટાઈમર નો ઉપયોગ કરો
  • સૂતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાવો, ત્વચાને સૂકાઈ જતા અટકાવે છે
  • દિવસભર પૂરતું પાણી પીવાનું ચાલુ રાખો
  • રૂમમાં હળવું વેન્ટિલેશન જાળવો
  •  બાળકો અને વૃદ્ધો જ્યાં સૂતા હોય તે રૂમમાં હીટરનો ઉપયોગ મર્યાદિત કરો.

Skin Care : સ્વસ્થ ત્વચા માટે જરૂરી આ 7 પોષક તત્વો વિશે તમે જાણો છો ?

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">