Gujarati Love Shayari: છે આકર્ષણ ગજબનું તારી આંખો માં..વિચારમાં છું, વસવાટ કરું કે…વાંચો પ્રેમ પર જબરદસ્ત ગુજરાતી શાયરી
આ પોસ્ટમાં અમે ફેમસ શાયર દ્વારા લખાયેલી રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Gujarati Love Shayari
પ્રેમ પર જબરદસ્ત રોમેન્ટિક શાયરી જે તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
- ભાર એવો આપજે કે, ઝૂકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુંં.
- એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ…. મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે..
- કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય… હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!
- ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે, ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…
- સાંજનો વિસામો તો ત્યાં જ ગમે, જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.
- સુંદર હોવું જરૂરી નથી. કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.
- હું કહું કે કેળ છે, ને તમે કહો વેલ છે !! મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે…!!
- છે આકર્ષણ ગજબનું તારી આંખો માં… વિચારમાં છું, વસવાટ કરું કે વિસામો ?
- ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય, જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય. પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે, સામે આવીને એ ખુદને ભુલી જાય.
- મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઈનામ તું હોય, ખર્ચી નાખું જિંદગી આખી, જો પરિણામ તું હોય તો !!