Modi Govt @8: PM મોદીની ગીફ્ટ ચોઈસ છે ખુબ ખાસ, વિશ્વના નેતાઓને આપ્યા છે ખાસ ઉપહાર

|

May 26, 2022 | 7:00 AM

2014 પછી વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળનાર નરેન્દ્ર મોદીએ આ ઔપચારિક કાર્યક્રમને નવા આયામ આપતા રહ્યા છે. ઈઝરાયેલથી લઈને અમેરિકા સુધી અને પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને ચીનના રાષ્ટ્રપતિ સુધી, નરેન્દ્ર મોદીએ દરેકને કંઈક અનોખું કે હેરિટેજ સાથે જોડાયેલી ભેટ આપી છે.

Modi Govt @8: PM મોદીની ગીફ્ટ ચોઈસ છે ખુબ ખાસ, વિશ્વના નેતાઓને આપ્યા છે ખાસ ઉપહાર
PM Modi

Follow us on

મોટા રાજકીય પ્રવાસો દરમિયાન ભેટની આપ-લે ઘણીવાર ઔપચારિક પ્રક્રિયા હેઠળ આવે છે. ઉચ્ચ હોદ્દા પર રહેલા નેતાઓ અને મંત્રીઓ અન્ય દેશોના પ્રવાસ દરમિયાન તેમના સમકક્ષો માટે ભેટો લઈને જતા હોય છે. 2014 પછી વડાપ્રધાન (PM Modi) તરીકેની જવાબદારી સંભાળનાર નરેન્દ્ર મોદીએ આ ઔપચારિક કાર્યક્રમને નવા આયામ આપતા રહ્યા છે. ઈઝરાયેલથી લઈને અમેરિકા (America) સુધી અને પાકિસ્તાનના વડાપ્રધાનથી લઈને ચીનના રાષ્ટ્રપતિ સુધી નરેન્દ્ર મોદીએ દરેકને કંઈક અનોખું કે હેરિટેજ સાથે જોડાયેલી ભેટ આપી છે. જે દેશના સાંસ્કૃતિક અને સામાજીક વારસાને દુનિયાની સામે દેશ (India)ની આગવી ઓળખ સાબિત કરી શકે, આજે મોદી સરકારને આઠ વર્ષ પુરા થયા છે આ નિમિતે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદેશ પ્રવાસ દરમિયાન આપવામાં આવેલી ભેટો વિશે, જે તેમણે વિદેશ પ્રવાસમાં તેમના સમકક્ષોને આપી હતી.

1. ઈઝરાયેલની પ્રતિકૃતિઓ

ઈઝરાયેલ પહોંચીને મોદીએ નેતન્યાહુને કેરળના બે અવશેષોની પ્રતિકૃતિઓ ભેટમાં આપી. આ પ્રતિકૃતિઓ ભારતમાં યહૂદીઓના લાંબા ઈતિહાસની મુખ્ય કલાકૃતિઓ તરીકે ગણવામાં આવે છે.આ ભેટમાં બે અલગ-અલગ તાંબાની પ્લેટ હતી, જે 9-10મી સદીમાં લખવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ તાંબાની પ્લેટો ભારત સાથેના યહૂદી વેપારના ઈતિહાસમાં સૌથી પહેલો દસ્તાવેજ માનવામાં આવે છે. તે દક્ષિણના હિંદુ રાજા દ્વારા ચર્ચને ભેટમાં આપવામાં આવ્યું હતું. આ પ્રતિકૃતિઓ કેરળના તિરુવલ્લામાં મલંકર માર થોમા સીરિયન ચર્ચની મદદથી મળી આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

2. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગીતા આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે વ્હાઈટ હાઉસની મુલાકાત દરમિયાન તેમણે તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગાંધી ગીતાની ભેટ આપી હતી. જે ગાંધીજી દ્વારા લખવામાં આવી હતી. વર્ષ 2014માં અમેરિકાની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને એક અનોખી ભેટ આપી હતી. તેમણે ઓબામાને 400 વર્ષ જૂની રોગન આર્ટ સાથે સંબંધિત એક પેઈન્ટિંગ ભેટમાં આપી હતી, જે ગુજરાતના એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તે ખત્રી મુસ્લિમ પરિવાર કચ્છ વિસ્તારમાં રહેતો હતો. પેઈન્ટિંગ પર પર્સિયન પ્રભાવ સ્પષ્ટપણે દેખાતો હતો. આ પેઈન્ટિંગ બનાવનાર પરિવારના વડાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

3. ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ

ઈઝરાયેલ પહેલા વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે હતા. જ્યાં તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા હતા. પીએમ મોદીએ ટ્રમ્પને અબ્રાહમ લિંકનના મૃત્યુ બાદ 1965માં જાહેર કરાયેલ પોસ્ટલ સ્ટેમ્પ ભેટમાં આપી હતી. આ સિવાય નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પને કાશ્મીર અને હિમાચલમાં હાથથી બનાવેલી શાલ ભેટમાં આપી હતી. એટલું જ નહીં, તેણે મિલેનિયમ ટ્રમ્પ માટે કાંગડા વેલીના કારીગરો દ્વારા બનાવેલ ચાંદીનું બ્રેસલેટ પણ આપ્યું.

4. જાપાનને શ્રીમદ ભગવદ્ ગીતાની ભેટ

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડા માટે ખૂબ જ ખાસ ભેટ લીધી હતી. નરેન્દ્ર મોદીએ તેમને ભગવદ ગીતા ભેટમાં આપી હતી. આ સાથે તેણે તેને શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી.

5. નવાઝ શરીફને શાલ

વડાપ્રધાન પદ માટેના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને ન માત્ર ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમને તેમની માતા માટે શાલ પણ અર્પણ કરવામાં આવી હતી. જે બાદ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન લાહોરમાં 2 કલાક 40 મિનિટ રોકાયા હતા. ત્યારે પણ મોદીએ નવાઝ શરીફની પૌત્રી મેહરુનિસાને ભારતીય ડ્રેસ ભેટમાં આપ્યો હતો, જ્યારે તેમણે શરીફની પત્ની કલસૂમને શાલ ભેટ આપી હતી.

6. ચીનને બુદ્ધનો વારસો

ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ છે, પરંતુ જ્યારે ચીનના વડા શી જિનપિંગ ભારત આવ્યા ત્યારે વડાપ્રધાન મોદીએ ખાસ ભેટ આપી હતી. બૌદ્ધ ધર્મ એ બંને દેશો વચ્ચેની એક મજબૂત કડી છે, તેથી શી જિનપિંગને 3જી-4થી સદીના ગૌતમ બુદ્ધ સાથે સંબંધિત વસ્તુઓ અને પથ્થરની મૂર્તિઓ આપવામાં આવી હતી. આવી અનોખી ભેટ આપીને વડાપ્રધાન મોદીએ ભારતના આતિથ્યનું ઉતમ ઉદાહરણ આપ્યું હતું .

7. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને ભેટ

વડાપ્રધાન મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસનને સિલ્વર-ગુલાબી દંતવલ્ક જહાજ અર્પણ કર્યું હતું. કાશીની ગતિશીલતાને પ્રતિબિંબિત કરવા માટે જહાજને ખાસ હસ્તકલા બનાવવામાં આવ્યું છે.

8.કમલા હેરિસને આપી દાદાની યાદી

વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના દાદા પીવી ગોપાલન સંબંધિત કેટલીક સૂચનાઓ કમલા હેરિસને ભેટ કરી. જણાવવું રહ્યું કે પીવી ગોપાલન એક વરિષ્ઠ અધિકારી હતા અને તેમણે દેશમાં ઘણી જુદી જુદી જવાબદારીઓ નિભાવી હતી. પીએમ મોદીએ આ સૂચનાઓ કમલા હેરિસને હસ્તકલાના રૂપમાં રજૂ કરી હતી.

9. જાપાનના પીએમને ભેટ આપી ચરુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને ‘કૃષ્ણ પંખી’ ભેટમાં આપી હતી. આ ‘કૃષ્ણ પંખી’ રાજસ્થાનના ચુરુમાં કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. આ કલાકૃતિ શુદ્ધ ચંદનના લાકડામાંથી બનેલી છે, જે મુખ્યત્વે ભારતના દક્ષિણ ભાગોના જંગલોમાં જોવા મળે છે.

10. તાજેતરના વિદેશ પ્રવાસ અને ભેટ

-પ્રધાનમંત્રી મોદીએ ડેનમાર્કના પીએમ મીટે ફ્રેડરિક્સેનને કચ્છી એમ્બ્રોડરીનું એક કાપડ ભેટમાં આપ્યું હતું. કચ્છ એમ્બ્રોઈડરી એ ગુજરાતના આદિવાસી સમુદાયની હસ્તકલા અને કાપડ હસ્તાક્ષર કલા પરંપરા છે. આ તેની સમૃદ્ધ ડિઝાઈન સાથે ભારતીય ભરતકામ પરંપરાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

-પીએમ મોદીએ ડેનમાર્કના મહારાણી Queen Margrethe IIને ગુજરાતના રોગન પેઈન્ટિંગની ભેટ આપી હતી

-પીએમ મોદીએ ફિનલેન્ડના પીએમ સના મારિયાને રાજસ્થાનના બ્રાસ ટ્રી ઓફ લાઈફની ભેટ આપી હતી. બ્રાસ ટ્રી વિકાસ અને ગ્રોથનું પ્રતિક છે.

-જર્મન ચાન્સેલરે મુલાકાત દરમિયાન પીએમ મોદીને તેમને ભારત તરફથી સેદાલી નામની ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ સુરતના પારસી સમુદાય તરફથી બનાવામાં આવેલી લાકડાની હસ્તશિલ્પ છે. આ હસ્તશિલ્પને બનાવવા માટે હાઈ સ્કિલ ટેકનિકનો ઉપયોગ કરવામા આવે છે. જેમાં લાડકા પર જ્યોમેટ્ર્કિ પેટર્ન બનાવામાં આવી છે.

Next Article