Knowledge: તમે ખરીદેલી કેરીમાં કોઈ કેમિકલ તો નથી ને? જાણવા માટે આ સરળ યુક્તિઓ અનુસરો

|

May 14, 2022 | 6:15 PM

Mango buying tips: અમે તમને એવી કેટલીક ટિપ્સ અથવા ટ્રિક્સ જણાવીશું, જેને જાણીને તમે યોગ્ય કેરીને ઓળખી શકશો. આ ટીપ્સ અનુસરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય અને તમારા પૈસાનો પણ બગાડ નહીં થાય.

Knowledge: તમે ખરીદેલી કેરીમાં કોઈ કેમિકલ તો નથી ને? જાણવા માટે આ સરળ યુક્તિઓ અનુસરો
Follow these tricks while buying mango (File Image)

Follow us on

કેરી એક એવું જ ફળ છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક (Healthy Tips) પણ છે. કેટલાક લોકો તેને ખાવાના એટલા શોખીન હોય છે કે ઉનાળાની ઋતુની આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો ઘણી રીતે કેરી ખાય છે. કેટલાક તેને મેંગો શેક રૂપમાં પીવે (Mango shake drinking tips) છે તો કોઈક તેને કાપ્યા પછી ખાય છે. ઘણા લોકો કેરી ( Mango ) નાખીને મીઠી વાનગીઓ પણ બનાવે છે. જો કે કેરી ખાતા પહેલા બજારમાંથી યોગ્ય કેરી કેવી રીતે ખરીદવી તે જાણવુ જરૂરી છે. બજારમાં વેપારીઓ તેમના નફા માટે લોકોને અનેક રીતે મૂર્ખ બનાવે છે. ઘણા વેપારીઓ કેરીમાં રસાયણો નાખીને તેને પકવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે.

કેટલાક દુકાનદારો વધુ નફા માટે કેરી પાકતા પહેલા જ તેને વેચવાનું શરૂ કરે છે. જો તમે પણ કેરીની ખરીદી સાથે જોડાયેલા આ કૌભાંડોથી બચવા માંગતા હોવ તો તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. અમે તમને એવી જ કેટલીક ટિપ્સ અથવા ટ્રિક્સ જણાવીશું, જેને જાણીને તમે યોગ્ય કેરીને ઓળખી શકશો. આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય અને તમારા પૈસાનો પણ બગાડ નહીં થાય.

કેમિકલવાળી કેરી

કેરીની વધુ માગને કારણે લોકો તેને વહેલા પકવવાનો પ્રયાસ કરે છે. લોકો નફો મેળવવા માટે કેરીમાં કેમિકલનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જો તમારે જાણવું હોય કે તમારી કેરીમાં કોઈ કેમિકલ નથી તો આ માટે ચોક્કસથી ચેક કરો કે કેરી પર કોઈ કેમિકલનું સફેદ કે વાદળી નિશાન નથી. આ સ્થિતિમાં આવી કેરી બિલકુલ ખરીદશો નહીં.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સમય કરતા પહેલા પકવેલી કેરી

જો તમારે જાણવું હોય કે તમારી કેરી સમય કરતા પહેલા પકવેલી પકાવવામાં આવી છે કે નહીં, તો તેના માટે પાણીનો ઉપયોગ કરો. એક વાસણ લો અને તેમાં પાણી નાખો અને કેરીને તેમાં મુકી રાખો. એવું કહેવાય છે કે જો કેરી ઉપર તરે તો સમજવુ કે કેરીને સમય કરતા વહેલી પકવવામાં આવી છે. આવી કેરી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી.

ઓછી પાકેલી કેરીની ઓળખ

ઘણી વખત લોકો ઘરમાં એવી કેરી ખરીદીને લાવે છે, જે ઓછી પાકેલી અને ખાટી હોય છે. પાકેલી અને મીઠી કેરીને ઓળખવી સરળ છે. કેરી ખરીદતી વખતે તેને હળવા હાથે દબાવીને ચેક કરો. જ્યારે કેરી નરમ હોય ત્યારે તેને પાકેલી ગણવી. એ પણ ધ્યાનમાં રાખો કે કેરી બહુ વધારે પલ્પી પણ ન હોય.

Next Article