6 કલાકથી ઓછી ઊંઘ લેવાની આદત છે ? જાણો મગજ પર શું થાય છે તેની અસર

Sleeping Disorder: ઓછી ઊંઘની અસર મગજ પર ઝડપથી દેખાવા લાગે છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે ઓછી ઉંઘ લેવાથી મગજ પર કેવી ખરાબ અસર પડે છે.

6 કલાકથી ઓછી ઊંઘ લેવાની આદત છે ? જાણો મગજ પર શું થાય છે તેની અસર
Sleeping Disorder (Symbolic Image)
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:54 PM

પૂરતી ઊંઘ લેવી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે વ્યક્તિએ રાત્રે લગભગ 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. પરંતુ જો કોઈ કારણોસર તે યોગ્ય રીતે ઊંઘી શકતો નથી, તો તેની સૌથી ખરાબ અસર મન (mental health tips) પર પડે છે. આવા લોકો ઘણીવાર તણાવમાં રહે છે અને તેઓ તેમના રોજિંદા કાર્યો યોગ્ય રીતે કરી શકતા નથી. ઊંઘ (Sleeping disorder) ન આવવી એ એક સમસ્યા છે, પરંતુ તેનાથી પણ વધુ ગંભીર સમસ્યા 6 કલાકથી ઓછી ઊંઘ છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ 6 કલાક પણ બરાબર ઊંઘતા નથી.

નિષ્ણાતોના મતે, 6 કલાક અથવા ઓછી ઊંઘ લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી (Weak immunity) પડી શકે છે. જેના કારણે તમે વારંવાર શરદી-ઉધરસ અને અન્ય શારીરિક સમસ્યાઓનો ભોગ બનશો. ઓછી ઊંઘની અસર મગજ પર ઝડપથી દેખાવા લાગે છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે ઓછી ઉંઘ લેવાથી મગજ પર કેવી ખરાબ અસર પડે છે.

તણાવ (સ્ટ્રેસ)

જો તમે 6 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લો છો તો એક સમયે તમારી માનસિક સ્થિતિ બગડવા લાગે છે અને તમે તણાવનો શિકાર થઈ શકો છો. ક્યારેક આ તણાવ એટલો વધી જાય છે કે લોકો ડિપ્રેશનનો શિકાર પણ બને છે. કહેવાય છે કે ઉંઘની કમી અને ડિપ્રેશન વચ્ચે સંબંધ છે. જો ડિપ્રેશન હોય તો ઊંઘ આવતી નથી અને ઊંઘ ન આવે તો ડિપ્રેશન થઈ શકે છે. તેથી પૂરા કલાકોની ઊંઘ ચોક્કસ લો.

યાદશક્તિ પર અસર

જે લોકોને 6-7 કલાક અથવા તેનાથી ઓછા સમય સુધી ઊંઘવાની આદત હોય છે, તેઓને પણ યાદશક્તિ નબળી હોવાની ફરિયાદ થવા લાગે છે. આવા લોકો ચિંતામાં ડૂબેલા રહે છે અને તેઓ વસ્તુઓ ભૂલી જવા લાગે છે. જો તમને અનિદ્રાની સમસ્યા છે, તો આ સ્થિતિમાં ડૉક્ટર પાસે જાઓ. જો તમે ઈચ્છો તો ઘરે જ યોગ કરીને આ સમસ્યાથી પોતાને દૂર રાખી શકો છો.

ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું

ઓછી ઊંઘ અથવા અનિદ્રાથી પીડાતા લોકોના મગજ પર એટલી ખરાબ અસર પડે છે કે તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ નબળી પડવા લાગે છે. તેઓ ઈચ્છે તો પણ કોઈ મહત્વની બાબતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તેના કારણે તેમને મોટું નુકસાન પણ થઈ શકે છે. અનિદ્રાની સમસ્યા હોય કે પછી કોઈ કારણસર તમે પૂરતી ઊંઘ નથી લઈ શકતાં, પરંતુ આ સમસ્યાનો ઉકેલ એ છે કે પૂરતી ઊંઘ લેવી.

આ પણ વાંચો : Corona Virus Symptoms: બાળકોમાં જો દેખાય આ લક્ષણ, તો શાળાએ મોકલવાનું ટાળો