International Dance Day 2022 : જાણો તેને ઉજવવા પાછળનું કારણ ? કેવી રીતે થઇ તેને સેલિબ્રેટ કરવાની શરૂઆત ?

|

Apr 29, 2022 | 9:33 AM

29 એપ્રિલ 1982ના રોજ, યુનેસ્કોની (UNESCO ) ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટીએ મહાન નૃત્યાંગના જીન-જ્યોર્જ નાવારેના જન્મદિવસ પર આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.

International Dance Day 2022 : જાણો તેને ઉજવવા પાછળનું કારણ ? કેવી રીતે થઇ તેને સેલિબ્રેટ કરવાની શરૂઆત ?
World celebrates International Dance Day (Symbolic Image )

Follow us on

29 એપ્રિલને આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ (International  Dance Day ) તરીકે ઉજવવામાં આવે છે. તે મહાન નૃત્યાંગના (Dancer ) જીન-જ્યોર્જ નાવારેના જન્મદિવસ (Birthday ) નિમિત્તે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નૃત્ય માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ તે ભાવનાઓને વ્યક્ત કરવાનું પણ એક માધ્યમ રહ્યું છે. પછી ભલે તે કોઈના પ્રત્યે નારાજગી હોય કે પછી કંઈક હાંસલ કરવાનો ઉત્સાહ અને ઉજવણી હોય, તમે તમારી દરેક લાગણીને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે ડાન્સનો સહારો લઈ શકો છો. એટલું જ નહીં, નૃત્ય દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ વર્ષોથી કરવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે ઈન્ટરનેશનલ ડાન્સ ડેનો ઈતિહાસ અને શું છે તેનું મહત્વ.

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો ઇતિહાસ

29 એપ્રિલ 1982ના રોજ, યુનેસ્કોની ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટીએ મહાન નૃત્યાંગના જીન-જ્યોર્જ નાવારેના જન્મદિવસ પર આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નાંવેરા ફ્રાન્સની એક નિપુણ બેલે ડાન્સર હતી, જેણે ‘લેટર્સ ઓન ધ ડાન્સ’ નામથી ડાન્સ પર એક પુસ્તક લખ્યું હતું જેમાં ડાન્સ સાથે જોડાયેલી તમામ બાબતો હાજર છે. આ વાંચીને કોઈપણ ડાન્સ શીખી શકે છે.

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો ઉદ્દેશ

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો હેતુ માત્ર વિશ્વના તમામ નૃત્યકારોનું પ્રોત્સાહન વધારવાનો નથી, પરંતુ આ તમામ નૃત્ય સ્વરૂપો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ છે જેમાં વિશ્વના મોટા નેતાઓ અને સરકારો પણ સામેલ છે. તેનો હેતુ એવો પણ અભિવ્યક્ત કરવાનો છે કે નૃત્ય પોતાના માટે એક આનંદ છે અને તેને અન્ય લોકો સાથે શેર કરવાનો પણ છે.

આ પણ વાંચો

ઑનલાઇન આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

પેરિસમાં ઈન્ટરનેશનલ ડાન્સ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ આ વખતે ઓનલાઈન સેલિબ્રેશનનું આયોજન કરવા જઈ રહી છે. આ વખતે આફ્રિકા, એશિયા, અમેરિકા, યુરોપ અને આરબ દેશોમાંથી ડાન્સ પ્રોડક્શન્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર વિશ્વમાં નૃત્યની વિવિધતા અને સુંદરતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તમે આને લગતી તમામ માહિતી ઈન્ટરનેશનલ ડાન્સ ડેની ઓફિશિયલ વેબસાઈટ પર મેળવી શકો છો.

Next Article