Navratri 2022: વ્રત દરમિયાન ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, ભૂખ દૂર કરવાની સાથે થશે આ ફાયદા

|

Sep 29, 2022 | 7:28 PM

વ્રત દરમિયાન ભૂખ્યા-તરસ્યા રહેવાથી હેલ્થ સિસ્ટમ પણ બગડી શકે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી નબળાઈ અથવા ચક્કર આવી શકે છે. જો તમે વ્રત દરમિયાન (Navratri Food) આ ખોરાક ખાશો તો તમને ઘણા ફાયદા થઈ શકે છે. જાણો આના ફાયદા વિશે...

Navratri 2022: વ્રત દરમિયાન ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, ભૂખ દૂર કરવાની સાથે થશે આ ફાયદા
Navratri Food Snack

Follow us on

નવરાત્રીના (Navratri 2022) તહેવારમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્ત્વ છે. ભક્તો અલગ અલગ રીતે મા શક્તિને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, જેમાંથી એક વ્રત રાખવાનું છે. નવરાત્રિ વ્રત દરમિયાન (Navratri Food Snack) ભૂખ્યા-તરસ્યા રહેવાથી હેલ્થ સિસ્ટમ પણ બગડી શકે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી નબળાઈ અથવા ચક્કર આવી શકે છે. એવું માનવામાં આવે છે કે જેમના શરીરમાં પોષક તત્વોની કમી હોય છે તેમને વ્રત દરમિયાન આ સમસ્યાઓ થઈ શકે છે. તેથી એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જે ભૂખ પણ દૂર કરે છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

સાબુદાણા એક સુપરફૂડ છે, જેમાં વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, આયર્ન, પોટેશિયમ, કોલેસ્ટ્રોલ, ચરબી, પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જો તમે વ્રત દરમિયાન આ ખોરાક ખાશો તો તમને ઘણા ફાયદા થઈ શકે છે. જાણો આના ફાયદા વિશે…

હાઈ બીપી રહે છે કંટ્રોલ

આ દરમિયાન વ્રતમાં તમે સાબુદાણા ઘણી રીતે ખાઈ શકો છો. પરંતુ મોટાભાગના લોકો તેની ખીચડીનું સેવન કરવાનું પસંદ કરે છે. જો તમે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર સાબુદાણાનું સેવન કરો છો તો તે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેમાં હાજર પોટેશિયમ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હાડકા બને છે મજબૂત

નબળા હાડકાંની સમસ્યા હોય તો પણ તમારે સાબુદાણાનું સેવન કરવું જોઈએ. સાબુદાણામાં કેલ્શિયમ, હાડકા અને દાંત માટે જરૂરી પોષક તત્વ વધુ માત્રામાં હોય છે. આ સિવાય તેમાં હાજર વિટામિન સી અને આયર્ન પણ હાડકાંને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. દાંતને મજબૂત બનાવવા માટે સાબુદાણાને ડાયટમાં સામેલ કરો.

એનર્જી મળે છે

સાબુદાણાને સુપરફૂડ પણ માનવામાં આવે છે કારણ કે તેને ખાવાથી શરીરમાં લાંબા સમય સુધી એનર્જી રહે છે. દિવસની શરૂઆતમાં સાબુદાણાની ખીચડી ખાઓ અને પછી તમે લાંબા સમય સુધી એનર્જેટિક ફિલ કરશો. આનો એક ફાયદો એ છે કે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેના ઘટકો માત્ર વજન ઘટાડવા જ નહીં પણ તેને ખાવાથી ફૂડ ક્રેવિંગથી પણ બચી શકો છે.

Next Article