Sandalwood Beauty Benefits: શું તમને પણ થાય છે ખીલની સમસ્યા? તો ચંદનના આ ઉપાયથી તરત જ મળશે રાહત

|

Jan 28, 2023 | 5:09 PM

Sandalwood Beauty Benefits : ચંદનનો પાઉડર તેના એન્ટી માઇક્રોબાયલ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ માટે જાણીતો છે. તે ખીલ અને તેના કારણે થતા દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. તે ત્વચાને સ્વચ્છ રાખવાનું કામ કરે છે.

Sandalwood Beauty Benefits: શું તમને પણ થાય છે ખીલની સમસ્યા? તો ચંદનના આ ઉપાયથી તરત જ મળશે રાહત
Sandalwood Beauty Benefits

Follow us on

Sandalwood Beauty Benefits : ચંદન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેનાથી પિમ્પલ્સ અને ફોલ્લીઓ વગેરેથી છુટકારો મળે છે. ચંદન એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી સેપ્ટિક તેમજ એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. તેમાં ઈન્ફ્લેમેટરી ગુણધર્મો છે. તે ખીલની પીડા અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

તે તમારા ચહેરાના છિદ્રોને ઊંડે સુધી સાફ કરે છે. તેનાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે. ચંદન ચહેરાના વધારાના તેલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખીલ મટાડવા માટે તમે ચંદનનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. ચાલો જાણીએ કે કઈ રીતે તમે ચહેરા માટે ચંદનનો ઉપયોગ કરી શકો છો.

ચંદન અને રોઝ વોટર ફેસ પેક

એક બાઉલમાં 1થી 2 ચમચી ચંદન પાવડર લો. તેમાં ગુલાબજળ ઉમેરો. આ બંને વસ્તુઓ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. થોડી વાર રહેવા દો. આ પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચંદન અને હળદરનો ફેસ પેક

એક બાઉલમાં 1થી 2 ચમચી ચંદન પાવડર લો. તેમાં એક ચપટી હળદર પાવડર ઉમેરો. તેમાં થોડું પાણી ઉમેરો. બંને વસ્તુઓને મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 10થી 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

ચંદન અને એલોવેરા ફેસ પેક

એક બાઉલમાં 1 થી 2 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેકને ચહેરાની સાથે સાથે ગરદન પર પણ લગાવો. તેને 15થી 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2થી 3 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

ચંદન, લીંબુનો રસ અને મધ ફેસ પેક

એક બાઉલમાં 1થી 2 ચમચી ચંદન પાવડર લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરો. તેમાં થોડું મધ ઉમેરો. આ બધી વસ્તુઓ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી ચહેરાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ ચહેરાનો ઉપયોગ કરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article