Beauty Tips: ચોમાસામાં ઓઈલી સ્કિનની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવશો ?

|

Jul 24, 2021 | 12:09 PM

વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે જે તમારી સ્કિન અને વાળને લઈને સૌથી મોટી પરેશાની ઉભી કરે છે.

Beauty Tips: ચોમાસામાં ઓઈલી સ્કિનની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવશો ?
ચોમાસાની સીઝનમાં સૌથી વધારે મુશ્કેલી પડે છે ઓઈલી સ્કિન ધરાવતા લોકોને

Follow us on

Beauty Tips: સામાન્ય રીતે દરેક સીઝન કરતા ચોમાસાની(Monsoon) સીઝનમાં વાળ અને સ્કિનની (Hair and Skin) કાળજી રાખવી ખુબ જરૂરી બની જાય છે. આ સીઝનમાં ભલે સૂર્યપ્રકાશ ઓછો હોય પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે હોય છે જે તમારી સ્કિન અને વાળને લઈને સૌથી મોટી પરેશાની ઉભી કરે છે.

ઓઈલી સ્કિનવાળા લોકો વરસાદની ઋતુમાં સૌથી વધુ હેરાન થાય છે, કારણ કે આ સિઝનમાં ભેજ ત્વચા સાથે સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી કરે છે. જો કે કેટલાક ઘરેલું ઉપાયો છે, જેને અજમાવવામાં આવે તો આ સમસ્યાઓથી બચી શકાય છે.

અમે તમને બતાવીશું કે ઘરમાં સામાન્ય રીતે મળી જતી વસ્તુઓમાંથી તમે કેવી રીતે ચોમાસમાં ઓઈલી સ્કિનની (Oily Skin) સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ચણાનો લોટ અને લીંબુ

એક આખા લીંબુનો રસ લો. તેમાં બે ચમચી ચણાનો લોટ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આને કારણે ચહેરા પર તેલની સમસ્યા નહીં રહે અને ભેજને કારણે ચહેરો ચીકણો નહીં થાય.

નવશેકું પાણીથી ચહેરાને ધોઈ લો

જો તમે તમારા ચહેરાને નવશેકા પાણીથી ધોશો , તો ત્વચાના છિદ્રોમાં એકઠા થતી ગંદકી સાથે તેલ પણ દૂર થઈ જશે. આને કારણે ત્વચામાં લોહી અને ઓક્સિજનનો સારો પુરવઠો મળશે, જે પિમ્પલ્સની સમસ્યાથી બચાવે છે.

કાકડી

કાકડીઓ ગોળાકારમાં પાતળા કાપી નાંખો. રાત્રે અને બપોરે ચહેરો ધોયા પછી તેમને ચહેરા પર રાખો. અડધા કલાક પછી ચહેરાને પાણીથી ધોઈ લો. કાકડી ચહેરા પરથી તેલ કાઢી નાખશે સાથે સાથે તેને ઠંડુ કરશે, જેથી ફોલ્લીઓ કે ખંજવાળની ​​સમસ્યા ન થાય.

મુલતાની માટી અને ગુલાબજળ

એક ચમચી મુલતાની માટીને બે ચમચી ગુલાબજળ સાથે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર અડધો કલાક લગાવો અને પછી તેને હળવા પાણીથી ધોઈ લો. આનાથી ચહેરા પર એકઠી થતી ગંદકી સાફ થઈ જશે, સાથે જ પિમ્પલ્સ, ખીલ, ઘાટા ડાઘ, શુષ્કતા વગેરેની સમસ્યા પણ દૂર થઈ જશે.

મધ અને ખાંડ

મધ અને ખાંડનું મિશ્રણ તૈયાર કરો અને તેની સાથે ચહેરો સ્ક્રબ કરો. સ્ક્રબિંગની આ પદ્ધતિ ત્વચાને ઊંડાણથી સાફ કરશે, જે ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર રાખવા માટે જરૂરી છે.

Published On - 12:08 pm, Sat, 24 July 21

Next Article