AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Watermelon: તરબૂચ લાલ અને મીઠુ છે તે કેવી રીતે તપાસવુ? જાણો સરળ ટીપ્સ

Summer Fruits: ઉનાળાની ઋતુમાં જો લાલ અને મીઠુ તરબૂચ ખાવા મળે તો દિવસ બની જાય. સામાન્ય રીતે લોકો તરબૂચને કાળું મીઠું અથવા ખાંડ સાથે ખાવાનું પસંદ કરે છે. તરબૂચમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

Red Watermelon: તરબૂચ લાલ અને મીઠુ છે તે કેવી રીતે તપાસવુ? જાણો સરળ ટીપ્સ
Watermelon
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 9:39 PM
Share

Summer Season Fruits : ભારત (India)માં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં લગભગ દરેક ઘરમાં તરબૂચ (Watermelon) ખૂબ જ ખાવામાં આવે છે. વાસ્તવમાં તરબૂચ એક એવું ફળ છે જે શરીરમાં પાણીની કમી પૂરી કરે છે. આ ફળ ખાવાથી શરીર અંદરથી ઠંડુ રહે છે અને તેનાથી અનેક રીતે ફાયદો પણ થાય છે. આ ફળ સ્વાદમાં મીઠુ હોય છે. સામાન્ય રીતે લોકો તરબૂચને નમક અથવા ખાંડ સાથે ખાવાનું પસંદ કરે છે. તરબૂચમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

તરબૂચ શરીર માટે ફાયદાકારક છે

નિષ્ણાતો કહે છે કે તરબૂચમાં 95% પાણી હોય છે, જેના કારણે તમારા શરીરમાં ક્યારેય પાણીની કમી નથી રહેતી અને આ કારણે લોકો ઉનાળામાં તેને ખાવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત આ ફળ મીઠું ન નીકળે તો લોકોને તે ફળ બહુ ગમતું નથી.

મીઠુ અને લાલ તરબૂચ કેવી રીતે ઓળખી શકાય? આવી સ્થિતિમાં, ચાલો તમને કેટલાક ઉપાયો જણાવીએ, જેથી તમે યોગ્ય રીતે મીઠા તરબૂચની પસંદગી કરી શકશો.

તે પીળું હોવું જોઈએ : ઘણા લોકો લીલું તરબૂચ ખરીદે છે જ્યારે આછું પીળું તરબૂચ ચોક્કસપણે અંદરથી મીઠું અને લાલ હોય છે. તરબૂચના તળિયે વધુ પીળાશ વાળો ભાગ હોય તો, તરબૂચ મીઠુ હશે.

હળવા હાથે ટેપ કરીને તપાસો: જો તમે તરબૂચ ખરીદવા જાઓ છો, તો તેને તમારા હાથમાં ઉપાડો અને બીજા હાથથી તેને તપાસો. તરબૂચ મીઠુ હોય તો ઠક- ઠકનો અવાજ આવશે, પણ જો મીઠું ન હોય તો અવાજ ન આવે.

નુકસાન ન હોવુ જોઇએ : તરબૂચ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ક્યાંયથી કાણું ન હોય કે તે કપાયેલું કે ફાટેલું ન હોય. આજકાલ, તરબૂચ વહેલા ઉગાડવા માટે, લોકો હોર્મોનલ ઇન્જેક્શન લગાવે છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

વજન પ્રમાણે લો: જો તમને તરબૂચ ભારે અને ભરેલું લાગે, તો તેનો સ્વાદ સારો નહીં આવે. જો તરબૂચ વજનમાં હલકું લાગે છે તો તે સ્વાદમાં સારું છે.

આકાર જોઈને લો: જો કે એવું જોવામાં આવ્યું છે કે અંડાકાર આકારના તરબૂચ મોટાભાગે મીઠા હોય છે જ્યારે અન્ય આકારના તરબૂચ કાચા હોય છે, તેથી હંમેશા ઇંડા આકારના તરબૂચ જ ખરીદો.

g clip-path="url(#clip0_868_265)">