Home Remedy For Mosquitos : ચોમાસામાં મચ્છર ભગાડવા માટે અજમાવો આ ઘરેલુ ઉપાય, બિમારીઓથી બચી જશો

|

Jul 27, 2022 | 12:55 PM

Home Remedy For Mosquitos : ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા મચ્છરો સામે રક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. મચ્છરોને ભગાડવા માટે, તમે કોઇલ અને પ્રવાહીને બદલે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.

Home Remedy For Mosquitos : ચોમાસામાં મચ્છર ભગાડવા માટે અજમાવો આ ઘરેલુ ઉપાય, બિમારીઓથી બચી જશો
Home remedies to repel mosquitoes
Image Credit source: ફાઇલ ફોટો

Follow us on

Get Rid Of Mosquitos Naturally : ચોમાસા (Monsoon)ની સીઝનમાં મચ્છરનો ઉપદ્રવ ખુબ વધી જાય છે. અને આ મચ્છરો અનેક બિમારીઓને આમંત્રે છે, છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુ અને ચીકન ગુનિયાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં મચ્છરોથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ(Dengue) અને મેલેરિયા જેવા રોગો થાય છે. આજકાલ, કોઇલ અને અન્ય મચ્છર ભગાડનાર લિક્વિડ રિફિલ પણ મચ્છરો પર કામ કરતા નથી. આ પદ્ધતિઓ થોડા સમય માટે જ રાહત આપે છે, તેની અસર ઓછી થતાં જ મચ્છર કરડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે મચ્છરોને દૂર કરવા માટે અસરકારક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો. મચ્છરોને દૂર કરવા માટે ઘણી એવી કુદરતી વસ્તુઓ છે જે તમને શાંતિપૂર્ણ ઊંઘ આપી શકે છે. જાણો મચ્છરોથી છુટકારો મેળવવા માટે કયા કયા ઘરેલુ ઉપાય છે.

કપૂર- જો તમને રાત્રે મચ્છર પરેશાન કરે છે અને તમે કોઇલ અથવા અન્ય કેમિકલ વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. કપૂર સળગાવીને તમે લગભગ 15-20 મિનિટ માટે રૂમ છોડી દો. તેનાથી મચ્છરો તરત જ ભાગી જશે.

લીમડાનું તેલ- લીમડાના તેલનો ઉપયોગ મચ્છરોને દૂર કરવા માટે થાય છે. તેના માટે લીમડો અને નારિયેળ તેલ સમાન માત્રામાં મિક્સ કરો. હવે આ તેલને તમારા શરીર પર સારી રીતે લગાવો. આ સાથે, મચ્છર લગભગ આઠ કલાક તમારી નજીક ભટકશે નહીં.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

નીલગિરીનું તેલ– જો તમને દિવસ દરમિયાન પણ મચ્છર કરડે છે તો તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. આ રેસીપી અપનાવવા માટે નીલગિરીના તેલમાં સમાન માત્રામાં લીંબુ મિક્સ કરો. હવે આ તેલને શરીર પર લગાવો. તેની તીવ્ર ગંધને કારણે મચ્છર તમારી આસપાસ ભટકશે નહીં.

લસણ- મચ્છરોને ઘરમાં પ્રવેશતા રોકવા માટે લસણનો ઉપયોગ કરો. લસણની સુગંધથી મચ્છર ભાગી જાય છે. આ માટે તમે લસણને પીસીને પાણીમાં નાખીને ઉકાળો. હવે આ પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટો. તેનાથી મચ્છરો બહારથી ઘરની અંદર નહીં આવે.

લવંડર- મચ્છરોને ભગાડવાનો બીજો ઘરેલું ઉપાય છે લવંડર. તેની સુગંધ ખૂબ જ મજબૂત છે, જેથી મચ્છર આસપાસ ન આવે અને તમને કરડે નહીં. તમે ઘરે લવંડર રૂમ ફ્રેશનર પણ ઉમેરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

Next Article