Holi 2022 : હોળી પહેલા ચહેરા અને નખ પર લગાવો આ વસ્તુઓ, રંગ દૂર કરવામાં સરળતા રહેશે

|

Mar 13, 2022 | 3:17 PM

Holi 2022 : હોળીના દિવસે, લોકો એકબીજાને રંગો લગાવે છે અને આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પરંતુ કેટલાક લોકો રંગોથી ત્વચાને થતા નુકસાનને કારણે હોળી રમતા નથી. આવી સ્થિતિમાં, તમે તમારી ત્વચાને સુરક્ષિત રાખવા માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

Holi 2022 : હોળી પહેલા ચહેરા અને નખ પર લગાવો આ વસ્તુઓ, રંગ દૂર કરવામાં સરળતા રહેશે
Holi 2022 (symbolic image )

Follow us on

હોળી (Holi 2022) ના તહેવારમાં વધુ સમય બાકી નથી. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે. આ દરમિયાન કેટલાક કેમિકલયુક્ત રંગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ત્વચા પર એલર્જીની સમસ્યા થઈ શકે છે. હોળી દરમિયાન રંગ રમતી વખતે વાળમાં પણ કલર જાય છે. આ કારણે વાળ ખરવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે (Skin Care Tips).આ રંગો આપણી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી હોળીના સમયે પણ સાવધાની રાખવી જોઈએ. રંગોના કારણે તમારી ત્વચા અને વાળને થતા નુકસાનને ટાળવા માટે અહીં કેટલાક સરળ પગલાં છે જેને તમે અનુસરી શકો છો.

સનસ્ક્રીન અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો

અન્ય દિવસોની જેમ હોળી રમતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરો. બહાર જતા પહેલા અને તડકામાં હોળી રમતા પહેલા એ જરૂરી છે કે તમે તમારી ત્વચા પર સનસ્ક્રીન ક્રીમ લગાવો. તે તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ પણ રાખે છે.

બરફનો ઉપયોગ કરો

હોળીના દિવસે બહાર નીકળતા પહેલા તમે તમારી ત્વચા પર બરફ લગાવી શકો છો. આ તમારી ત્વચાના છિદ્રોને બંધ કરવાનું કામ કરશે. લગભગ 10 મિનિટ સુધી તમારા સ્વચ્છ ચહેરા પર બરફના ટુકડાને હળવા હાથે મસાજ કરો. આ હેક કલરને તમારી ત્વચાના અંદર સુધી રંગોને પ્રવેશવા દેશે નહીં અને નુકસાન પણ નહીં કરે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ત્વચા પર તેલ લગાવો

બહાર જઈને હોળી રમતા પહેલા ત્વચા પર તેલ લગાવો. તેલ તમારી ત્વચાની અંદર રંગોને જવા દેશે નહીં. બાદમાં તમે સરળતાથી રંગ દૂર કરી શકશો. તમે ત્વચા માટે નારિયેળ તેલ, બદામ તેલ અથવા એરંડા તેલનો ઉપયોગ કરી શકો છો.

તમારા નખ પર નેઇલ પેઇન્ટ લગાવો

નખના રંગો દૂર કરવા ખૂબ મુશ્કેલ છે. આ રંગો અઠવાડિયા સુધી નખ પર રહે છે. આના માટે એક સરળ ઉપાય નેલ પેઇન્ટ લગાવવાનો છે. તેઓ તમારા નખનું રક્ષણ કરે છે. તેનાથી તમારા નખ સ્વચ્છ અને સુરક્ષિત રહેશે.

ઢાંકેલા કપડાં પહેરો

હોળી રમવા માટે બહાર જતી વખતે, તમારી ત્વચાને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા કપડાં પહેરવાનો પ્રયાસ કરો. ફુલ બાંયના કપડાં પહેરો જેથી રંગોના દાગ શરીર પર ઓછા લાગે.

આ પણ વાંચો :VIDEO : યુક્રેનિયન શરણાર્થીઓના પ્રશ્ન પર કમલા હેરિસને હસવુ ભારે પડ્યુ, નેટીઝન્સ કરી રહ્યા છે આકરી ટીકા

આ પણ વાંચો :Passport Verification: પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, શરૂ થઈ આ નવી સુવિધા

Next Article