Life Style: હટકે લુક મેળવવા માટે મહિલાઓની પહેલી પસંદ છે લખનવી પરિધાન, વાંચો કઈ રીતે મેળવશો ટ્રેન્ડી લુક

|

Jun 02, 2021 | 2:51 PM

Life Style : ઉનાળામાં ગ્લેમર અને ટ્રેન્ડી લુક મેળવવાનો સૌથી સરળ ફેશન ફંડા છે પેસ્ટલ લખનવી ((lakhnavi) કુર્તા.

Life Style: હટકે લુક મેળવવા માટે મહિલાઓની પહેલી પસંદ છે લખનવી પરિધાન, વાંચો કઈ રીતે મેળવશો ટ્રેન્ડી લુક
લખનવી પરિધાન

Follow us on

Life Style : ઉનાળાની સિઝનએ ફેશન માટેની રંગબેરંગી સિઝન છે. જ્યારે લોકો લાઈટવેઇટ (lightweight) અને આછા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરતા હોય છે. સમર ફેશન માં તો વિવિધ ફેબ્રિક(febric) અને પ્રિન્ટ(print) ના અવનવા પ્રયોગો કરતા હોય છે. ઉનાળામાં ગ્લેમર અને ટ્રેન્ડી લુક મેળવવાનો સૌથી સરળ ફેશન ફંડા છે પેસ્ટલ લખનવી ((lakhnavi) કુર્તા.

લખનવી વર્કનું નામ આવતા એક ગરીમાસભર વસ્ત્રો નજર સામે રજૂ થઈ જાય છે. લખનવી(lakhnavi) વર્ક આમ પણ સૈકાઓથી સાડી તેમજ મેન અને વિમેન કુર્તામાં એક અલાયદું સ્થાન ભોગવે છે.

જ્યારે જ્યારે લખનઉની વાત આવે ત્યારે લખનવી તહેઝીબ, ખાણી પીણી અને પોશાકની વાત અવશ્ય થાય છે. તો ઉનાળામાં લખનવી કુર્તા કે ડ્રેસ સિવાય વોર્ડરોબ અધુરો રહી જાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શું છે લખનવી વર્ક ?
લખનવી વર્ક દોરાથી લેવાતા ટાંકા છે. પરંતુ તે એટલી તો સફાઈ અને ચપળતાપૂર્વક કરવામાં આવે છે કે તે જોતા જ સ્ત્રીઓ તે લેવા માટે લલચાઈ જાય છે. અને આ વર્ગમાં કારીગર ની કુશળતા અને કૌશલ ઊડીને આંખે વળગે તેવા હોય છે. અને તેથી જ લખનવી વર્કની વસ્તુઓ ઘણી ઊંચી કિંમતે વેચાય છે. એમાં મોટે ભાગે ફૂલ અને પાંદડી ની ડિઝાઇન હોય છે. જેમાં પુરુષ માટેના કુર્તા તેમજ શેરવાની મળે છે તેમજ સ્ત્રીઓ માટે સાડી, સલવાર, શોર્ટ, કુર્તા, પ્લાઝો  જેવા તમામ સ્વરૂપમાં લખનવી વર્ક જોવા મળે છે.

લખનવી પોશાક પહેરવા થી સ્ત્રી એલિગન્ટ,સુંદર સ્માર્ટ, ફેશનેબલ લાગે છે. લખનવી ડિઝાઇન દાયકાઓથી કરવામાં આવે છે. અને તે હસ્તકલા હોવાથી કાપડ પર તેની છાપ ઉપસાવવામાં પણ ઘણો સમય લાગે છે. તેથી જ આ પોશાક પણ ઘણા મોંઘા હોય છે. જો કે ઉનાળાના સમયમાં લખનવી વર્ક સાથેના પેસ્ટલ કલર ખૂબ જ સુંદર લાગે છે.

લખનવી chikankari work હાથ વડે જ કરવામાં આવે છે. અને તે ડિઝાઇન બે તબક્કામાં થાય છે. પ્રિ વર્ક દરમિયાન લાકડાના બ્લોક દ્વારા બ્લોક પ્રિન્ટીંગ દ્વારા કાપડની ડિઝાઇન પાડવામાં આવે છે. અને તેને વ્યવસ્થિત રીતે દિવસો સુધી સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેના દોરા થી outline પર ભરતકામ પણ કરવામાં આવે છે.

Next Article