Life Style: પેઝલી પ્રિન્ટ ઉનાળાના સમયમાં છે હોટ ફેવરિટ, કુર્તીથી માંડીને શેરવાનીમાં જોવા મળતી ફેશનની ખાસ વાત

|

Jun 02, 2021 | 3:56 PM

Life Style : આપણે જેને દેશી ભાષામાં કેરીની ભાત કહીએ છીએ. તેને ફેશન જગતમાં ફેશન ડિઝાઈનરએ નામ આપ્યું છે પેઝલી પ્રિન્ટ. (Paisly Design) પેઝલી પ્રિન્ટ હેરિટેજ પ્રિન્ટ તરીકે પણ ઓળખાય છે.

Life Style: પેઝલી પ્રિન્ટ ઉનાળાના સમયમાં છે હોટ ફેવરિટ, કુર્તીથી માંડીને શેરવાનીમાં જોવા મળતી ફેશનની ખાસ વાત
પેઝલી પ્રિન્ટ

Follow us on

Life Style : ઉનાળામાં જો રાહત આપતી એકમાત્ર બાબત હોય તો તે છે કેરી. મીઠી-મધુરી અને ગળચટ્ટાં સ્વાદ સાથે લહેજત આપતી કેરી ભોજનમાં જ નહીં પણ ફેશનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. વસ્ત્રોનીની પ્રિન્ટ અને ડિઝાઇનમાં કેરીના શેડનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણે જેને દેશી ભાષામાં કેરીની ભાત કહીએ છીએ. તેને ફેશન જગતમાં ફેશન ડિઝાઈનરએ નામ આપ્યું છે પેઝલી પ્રિન્ટ. (Paisly Design) પેઝલી પ્રિન્ટ હેરિટેજ પ્રિન્ટ તરીકે પણ ઓળખાય છે. પેઝલી પ્રિન્ટ ગરમીના સમયમાં તો હોટ ફેવરિટ રહે જ છે. પરંતુ આખું વર્ષ પણ આ પ્રિન્ટના વિવિધ વસ્ત્રો સ્ત્રી અને પુરુષોના વોર્ડરોબને શોભાવે છે.

પ્રાચીનકાળથી શિલ્પકળામાં અને ભરત ગુંથણની ડિઝાઇનમાં કેરીની ડિઝાઇનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ જ કેરીની ભરચક અને ખીચોખીચ ડિઝાઇન એટલે પેઝલી પ્રિન્ટ. ભારતની હેરિટેજ ડિઝાઇન કહેવાતી પેઝલી પ્રિન્ટ વર્ષોથી ભારતીય તથા ઈરાની શૈલીમાં બનતી આવી છે. પેઝલીની ડિઝાઇન પર પર્શિયામાં પણ જોવા મળતી હતી. તો અમેરિકામાં પેઝલી ડિઝાઇન પર્શિયન pickles ડિઝાઇન ના નામે જાણીતું છે. મહિલાઓના વસ્ત્રોમાં પેઝલી ડિઝાઇનના નામે સાડી, ફ્રોક,કુર્તી, ગાઉન આ તમામમાં કેરીની ડિઝાઇન ખૂબ લોકપ્રિય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હાલ મોડર્ન આઉટફિટમાં કેરીની ડિઝાઇન પણ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. જોકે આપણા દાદી કે નાની આ ડિઝાઈન જોઈને એવું જ કહેશે કે તેમાં નવું શું છે ? તેઓએ તો કેરીની ડિઝાઇન પર કેટલું ભરતકામ કરી નાખ્યું હશે. કોઈપણ વર્ક હોય અથવા મહેંદીની ડિઝાઇન પાડવાની તેમાં કેરીની ડિઝાઇન જુદી જુદી રીતે કરવામાં આવતી હોય છે. હવે આ જ બાબતને વિદેશી ડિઝાઇનર્સે પણ ફોલો કરી છે. જે વિદેશોમાં પણ લોકપ્રિય બની છે.

હવે ટ્રેન્ડી વસ્ત્રોમાં પણ પેઝલી ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક ટ્રેન્ડમાં પેઝલી ડિઝાઇન સાથે અવનવી ડિઝાઈનની ભેગી કરીને સરસ તૈયાર કરવામાં આવે છે. હવે ડિઝાઇનર્સે આ ડીઝાઈન સાડી થી માંડીને શોર્ટ કુર્તાના કટ ગાઉન, ફ્રોક અને બધા જ આઉટફિટમાં એપ્લાય કરવા માંડી છે. લગ્ન માટેની શેરવાનીમાં આ ડિઝાઇનમાં ખૂબ ઉપયોગ થાય છે.

Next Article