Health Tips : શું ભાત ખાવાથી ખરેખર વજન વધે છે? જાણો એક્સપર્ટ પાસે થી સાચો જવાબ

|

Apr 13, 2024 | 4:04 PM

શું ચોખા આપણું વજન વધારે છે? ચોખા મોટાભાગના ભારતીયોની થાળીમાં ચોક્કસપણે સામેલ છે. પરંતુ તેનાથી વજન વધે છે કે કેમ આ અંગે લોકોમાં મૂંઝવણ છે. શું તમે પણ તમારી વજન ઘટાડવાની જર્નીમાં ભાત ખાવાનું બંધ કર્યું છે? જાણો નિષ્ણાત પાસેથી આ સંબંધિત સાચો જવાબ

Health Tips : શું ભાત ખાવાથી ખરેખર વજન વધે છે? જાણો એક્સપર્ટ પાસે થી સાચો જવાબ
rice increase weight Know here the right answer

Follow us on

વજન વધી જવું એ કોઈ ટેન્શનથી ઓછું નથી કારણ કે આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો શરીર ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બને છે. વજન કંટ્રોલ કરવા માટે લોકો એક્સરસાઇઝની સાથે ડાયટ પર ફોકસ કરે છે. જેઓ ડાયટ ફોલો કરે છે તેમાંથી મોટાભાગના લોકોએ ભાત ખાવાનું છોડી દે છે. તમને જણાવી દઈએ કે આજે પણ ભારતના મોટાભાગના ભાગોમાં લોકો ચોખા પર નિર્ભર છે. કેટલાક લોકો તેને બોઈલ કરીને ખાય છે તો કેટલાક તેને ફ્રાય કરીને ખાય છે. ચોખા પોષક તત્વોનો ભંડાર છે અને પોષણનો ઉત્તમ સ્ત્રોત પણ છે.

હવે પ્રશ્ન એ છે કે વજન ઘટાડવાની જર્નીમાં ચોખાનો ત્યાગ કરી દેવો જોઈએ એટલે કે ચોખા ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે લોકોમાં આ સવાલ ઉભો થાય છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે. વાસ્તવમાં, મોટાભાગના લોકો એવી ઘણી માન્યતાઓમાં વિશ્વાસ કરે છે જે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતોના જણાવ્યા ચોખા ખાવા જોઈએ કે નહીં

ચોખાના પોષક તત્વો

ચોખા પોષક તત્વોનો ભંડાર પણ છે કારણ કે તેમાં પોટેશિયમ, સોડિયમ, કેલરી, આયર્ન, વિટામિન બી6, મેગ્નેશિયમ અને અમુક અંશે કેલ્શિયમ હોય છે. જો તેને યોગ્ય રીતે ખાવામાં આવે તો શરીરમાં આ પોષક તત્વોની ઉણપને દૂર કરી શકાય છે. પરંતુ લોકોમાં મૂંઝવણ છે કે શું ચોખાના સેવનથી વજન વધી શકે છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ પણ વાંચો : Migraine: શિયાળામાં વધી જાય છે માઈગ્રેન, આ બાબતોનું રાખો ધ્યાન

નિષ્ણાતો શું કહે છે?

દિલ્હીની ધર્મશિલા નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના સિનિયર ડાયટિશિયન પાયલ શર્માએ ભાત ખાવાને લઈને ઘણી વાતો જણાવી. એક્સપર્ટ પાયલ કહે છે કે લોકોમાં ઘણી વાર આ ગેરસમજ હોય ​​છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે, પરંતુ એવું નથી. ચોખા સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને તે ફાયદાકારક પણ છે. નિષ્ણાતોના મતે, ચોખામાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, તેથી આ પ્રકારની વિચારસરણી ખોટી છે.

ભાતથી વજન નથી વધતું પરંતુ તેનું મુખ્ય કારણ અતિશય ખોરાક છે એટલે કે તમે જો તમે ઓવર ઈટિંગના ચક્કરમાં વધારે પડતુ ખાવ છો તો વજન વધે છે આથી ભાત ખાવાથી વજન વધતુ નથી. જો તમે કંઈપણ વધારે ખાશો તો તમારું વજન ચોક્કસ વધશે. પછી તે ભાત હોય, રોટલી હોય કે બહારની કોઈપણ ખાદ્ય સામગ્રી. હા, તમે તેને વધુ સારી રીતે ખાઈ શકો છો, તમે બોઈલ કરી શકો છો, જે તેમાંથી સ્ટાર્ચને દૂર કરે છે અને તે પચવામાં ખૂબ જ સરળ બને છે, તમે બ્રાઉન રાઈસ અને રેડ રાઈસનો ઉપયોગ કરી શકો છો.

આ ભૂલ ન કરો

નિષ્ણાતોના મતે, તમારે દિવસ દરમિયાન ચોખાનું સેવન કરવું જોઈએ પરંતુ તેને વધુ પડતા મસાલા અને મીઠું નાખી ન પકાવો. આ સિવાય આવી વસ્તુઓ ખાધા પછી તરત પાણી ન પીવું. ઉપરાંત, લંચ અથવા ડિનર પછી થોડી મિનિટો માટે વોક કરો. વજન ઘટાડવા માટે માત્ર આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું ખોટું છે. આ સાથે, કસરત કરો અને તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ પસંદ કરી શકો છો.

 

Next Article