શું તમે જાણો છો કે અઠવાડિયામાં કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ રીતે જાણો Hair Wash કરવા કે નહીં

|

May 06, 2022 | 7:27 PM

Hair Wash Tips : વાળ ન તો રોજ ધોવા જોઈએ અને ન તો વાળને લાંબા સમય સુધી ધોયા વગર રાખવા જોઈએ, પછી જો તમે તમારા વાળ ધોઈ (Hair, Wash) લો તો ક્યારે ધોવા જોઈએ? વાળ ક્યારે ગંદા થયા ગણાય ? ચાલો જાણીએ.

શું તમે જાણો છો કે અઠવાડિયામાં કેટલી વાર વાળ ધોવા જોઈએ?  આ રીતે જાણો Hair Wash કરવા કે નહીં
Hair Care tips (symbolic image )

Follow us on

Hair Wash Tips: તમે પણ મૂંઝવણમાં હોવ કે તમારે અઠવાડિયાના કયા દિવસે તમારા વાળ ધોવા (Hair Wash) જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ. આ સ્થિતીમાં લોકો વાળ ધોવાનું પ્રમાણ વધારી દે છે, અઠવાડિયામાં 5-6 દિવસ તેઓ તેમના વાળમાં શેમ્પૂ (Shampoo)નો ઉપયોગ કરતા કરતા હોય છે. વાસ્તવમાં વાળને ક્યારે શેમ્પૂ કરવું અને ક્યારે નહીં એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યારે તમને તમારા વાળમાં નીચેના લક્ષણો દેખાવા લાગે તો સમજી લો કે વાળ ધોવા જોઈએ.

  1. જો વાળ ધોવાના એક દિવસ પછી તમને તમારા વાળમાં ઓઈલ દેખાવા લાગે છે એટલે કે વાળ ચીકણા (Oily Scalp) લાગે છે તો તમારે વાળ ધોવાની જરૂર છે. ઘણા લોકોની માથાની ચામડી(સ્કેલ્પ) ઓઇલી હોય છે.
  2. જો તમે રોજ તમારા વાળ ધોવા નથી માંગતા અને થોડા જ સમયમાં તમારા વાળ ઓઇલી થઇ જાય છે તો તમે ડ્રાય શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો.
  3. જો વાળમાં કે સ્કેલ્પમાં પોપડી દેખાવા લાગી હોય અથવા તેમાં ખંજવાળ આવે તો તેનો અર્થ છે કે તમારા વાળ ગંદા થઈ ગયા છે.
  4. જો લાંબા સમય સુધી માથું ન ધોવામાં આવે તો વાળમાં ગાંઠો (ઘુંચ) પણ બનવા લાગે છે. જો તમારા વાળ પણ વધુ ગૂંચવાયેલા દેખાતા હોય તો તમારે તમારા વાળ શેમ્પૂથી ધોવા જોઈએ.
  5. Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
    ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
    ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
    Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
  6. વાળ ધોયા પછી તેમાંથી શેમ્પૂ કે કન્ડિશનરની સુગંધ આવવા લાગે છે. જ્યારે તમે તમારા વાળમાં આ સુગંધ આવવાનું બંધ થાય તો તેનો અર્થ એ છે કે વાળ ધોવા માટે તૈયાર છે.
  7. લાંબા સમય સુધી વાળ ધોવામાં ન આવે તો વાળનું ટેક્સચર પણ ખરાબ લાગે છે. આ તરફ પણ ધ્યાન આપો.
  8. દરરોજ તમારા વાળ ધોવાથી વાળ ખરવા અથવા ડ્રાયનેસ થઈ શકે છે, પરંતુ તમારે ઘણા દિવસો સુધી શેમ્પૂ કરવાનું ટાળવું જોઈએ નહીં. તેમજ ડ્રાય શેમ્પૂ માત્ર ઈમરજન્સી માટે જ રાખો, તેને તમારી આદત ન બનાવો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

Next Article