
સ્ટ્રેચ માર્ક્સની (stretch marks) સારવાર માટે એરંડાનું તેલ ખૂબ જ સારી રીતે કામ કરે છે. એરંડાના તેલમાં રિસિનોલેઇક એસિડ હોય છે. તે મોઇશ્ચરાઇઝિંગ (Moisturizing) ગુણધર્મો ધરાવે છે. તે આપણી ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર છે, અને સ્ટ્રેચ માર્કથી છુટકારો મેળવવા મોઇશ્ચરાઇઝેશનનું કામ કરે છે. એરંડાના તેલમાં રહેલા પોષક તત્વો કોલેજન અને ઇલાસ્ટિનના ઉત્પાદનને વધારવાનું કામ કરે છે. સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો. સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે, તમે એરંડાના તેલનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો જેમ કે તેને એવોકાડો, લીંબુનો રસ અને ગુલાબજળ જેવા ઘટકો સાથે મિક્સ કરીને.
એરંડા તેલ અને એવોકાડો
એક તાજો, પાકો એવોકાડો લો અને તેને અડધા ભાગમાં કાપી લો. તેને કાંટાથી મેશ કરો અને ગઠ્ઠા વગરની પેસ્ટ બનાવો. તેમાં એક ટેબલસ્પૂન એરંડાનું તેલ ઉમેરો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો. તેને ત્વચા પર 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ધોઈ લો.
એરંડાનું તેલ અને લીંબુનો રસ
એક બાઉલમાં 1-2 ચમચી એરંડાનું તેલ લો અને તેમાં થોડો તાજો લીંબુનો રસ ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. થોડીવાર તમારી આંગળીઓથી હળવા હાથે મસાજ કરો. તેને 10-15 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તેનો અઠવાડિયામાં 3 થી 4 વખત ઉપયોગ કરી શકાય છે.
એરંડાનું તેલ અને ગુલાબજળ
એક ચમચી એરંડાનું તેલ લો અને તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. આ બંનેને મિક્સ કરીને સ્ટ્રેચ માર્કસ પર લગાવો. થોડીવાર હળવા હાથે મસાજ કરો અને તેને સંપૂર્ણ રીતે સુકાવા દો. ધોવાની જરૂર નથી. દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો.
એરંડાનું તેલ અને એલોવેરા
ચોથાઇ કપ તાજા એલોવેરા જેલ અને એરંડાનું તેલ લો. તેને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણથી અસરગ્રસ્ત વિસ્તારોમાં માલિશ કરો. તેને ત્વચા પર થોડા કલાકો સુધી રહેવા દો. સ્ટ્રેચ માર્ક્સથી ઝડપથી છુટકારો મેળવવા માટે દરરોજ આ ઉપચારનો ઉપયોગ કરો.
એરંડા તેલ અને ઓલિવ ઓઇલ
એરંડા તેલ અને ઓલિવ ઓઇલને સરખા ના પ્રમાણમાં મિક્સ કરો. આ તેલના મિશ્રણને સ્ટ્રેચ માર્કસ પર લગાવો. 10 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો અને વિસ્તારને સ્વચ્છ કપડાથી ઢાંકી દો. તે જગ્યાએ હીટ કોમ્પ્રેસ લગાવો અને 20 મિનિટ સુધી કરો. કાપડને દૂર કરો અને વધારાનું તેલ સાફ કરો. દરરોજ આ ઉપાય કરો.
(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેના ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)
આ પણ વાંચો :Success Story: જૈવિક ખેતીમાં લાખોની કમાણી કરી આ પ્રગતિશીલ ખેડૂત અન્ય માટે બન્યા ઉદાહરણરૂપ