શું તમે પણ વાળમાં મહેંદી લગાવો છો? તો જાણી લો તેને લાગાવવાની સાચી રીત
વાળનો રંગ જાળવી રાખવામાં મહેંદી ખૂબ જ અસરકારક છે. પરંતુ અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે, જો તેને એક મહિનામાં વધુ પડતો લગાવવામાં આવે તો તેનાથી વાળમાં શુષ્કતા આવી શકે છે.

Mehandi Tips:મહેંદી એક પ્રાકૃતિક ઘટક છે, જે મહિલાઓની સુંદરતા વધારો કરે છે. ઘણીવાર લોકો તેમના વાળની સંભાળ રાખવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે તો કેટલાક સલુનમાં જઇને કેમીકલ ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ અહીં અમે તમને જણાવીશું કે તમે ઘરે માત્ર મહેંદીનો ઉપયોગ કરીને તેના રંગને કેવી રીતે સુધારી શકો છો.
આ પણ વાંચો :Skin Care Tips : હેલ્ધી સ્કિન માટે આજે જ અપનાવો આ આદતો, ત્વચા પર આવશે નેચરલ ગ્લો
આ સાથે જ આપણે એ પણ જાણીશું કે મહેંદી લગાવવાની સાચી રીત કઈ છે, મહિનામાં કેટલી વાર વાળમાં મહેંદી લગાવવી જોઈએ. આ સાથે વાળમાં મહેંદી કેટલા સમય સુધી રાખવી જોઈએ. અમે આ લેખ દ્વારા તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.
કેટલી વાર મહેંદી લગાવવી
વાળનો રંગ જાળવી રાખવામાં મહેંદી ખૂબ જ અસરકારક છે. પરંતુ અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જો તેને વધુ પડતો લગાવવામાં આવે તો તેનાથી વાળમાં શુષ્કતા આવી શકે છે. આ સાથે મહેંદીનો ખોટો ઉપયોગ વાળનું ટેક્સચર પણ બગાડી શકે છે. એટલા માટે મહિનામાં માત્ર એક જ વાર વાળમાં મહેંદી લગાવો. યાદ રાખો કે રાસાયણિક મેંદીને બદલે કુદરતી મહેંદીનો ઉપયોગ કરો.
કેટલો સમય રાખવી મહેંદી
હવે સવાલ એ છે કે વાળમાં મહેંદી કેટલા સમય સુધી રાખવી જોઈએ. તે મહેંદી શેના માટે લગાવવામાં આવી રહી છે તેના પર પણ આધાર રાખે છે. જો તમે ફક્ત શાઇન માટે એપ્લાય કરી રહ્યા છો, તો 1 થી 1.5 કલાક પૂરતો સમય છે. જો તમે તેને સફેદ વાળ છુપાવવા માટે લગાવતા હોવ તો તમારે તેને 3 થી 4 કલાકનો સમય આપવો પડશે.
જો સફેદ વાળ કાળા કરવા માટે મહેંદી લગાવવામાં આવી રહી હોય તો તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. તમે મહેંદી પલાળવા માટે ચાના પાંદડાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. વાળને ચમકદાર બનાવવા અથવા કુદરતી હેર માસ્ક તરીકે મેંદીનો ઉપયોગ કરવા માટે તમે આમળા, શિકાકાઈ પાવડર અથવા તેની સાથે મિશ્રિત રીથા પણ લગાવી શકો છો.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)