Beauty Tips : કોણીની કાળાશ દૂર કરવાના આ રહ્યા સરળ ઘરેલુ ઉપાય

|

Oct 01, 2021 | 6:10 PM

લીંબુ દરેક ના ઘરમાં મળી રહે છે. તે શરીર માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ તે તમારી કોણીનો રંગ હળવા કરવા માટે લીંબુ ખૂબ જ અસરકારક સાબિત થશે. એક લીંબુ કાપો અને તેને તમારી કોણી પર ઘસો. આ નિયમિત રીતે કરવાથી તમે કોણીની કાળાશથી છુટકારો મેળવશો.

Beauty Tips : કોણીની કાળાશ દૂર કરવાના આ રહ્યા સરળ ઘરેલુ ઉપાય
Beauty Tips: Here are some easy home remedies to get rid of elbow blackheads

Follow us on

ભલે તમે એક સુંદર શરીર (body ) અને આકર્ષક ચહેરો (face ) ધરાવો છો, પણ કાળી કોણી (dark elbow) તમારા વ્યક્તિત્વની સુંદરતાને ઓછી કરી શકે છે. ચહેરા અને વાળ પાછળ દરેક યુવતીઓ ધ્યાન આપતી હોય છે. અને મોંઘા પ્રોડક્ટ તેમજ પાર્લરમાં જઈને પણ ખર્ચ કરતી હોય છે. પણ શરીરના અમુક અંગો પર બિલકુલ ધ્યાન આપવામાં આવતું નથી. હાથની કોણી આવું જ એક અંગ છે. કોણી જ કાળી હોય તો ટૂંકી બાંયના કપડાં પહેરવામાં પણ શરમ અનુભવાય છે. ત્યારે અમે તમને જણાવીશું કોણીની કાળાશ ચપટીમાં દૂર કરવાના કેટલાક ઉપાયો. 

1 લીંબુ –
લીંબુ દરેક ના ઘરમાં મળી રહે છે. તે શરીર માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ તે તમારી કોણીનો રંગ હળવા કરવા માટે લીંબુ ખૂબ જ અસરકારક સાબિત થશે. એક લીંબુ કાપો અને તેને તમારી કોણી પર ઘસો. આ નિયમિત રીતે કરવાથી તમે કોણીની કાળાશથી છુટકારો મેળવશો.

2 દૂધ –
કાચું દૂધ પણ ત્વચાની કાળાશ પણ ઘટાડે છે. રૂ ને  કાચા દૂધમાં પલાળીને કોણી પર લગાવો અને સુકાઈ જાય ત્યારે ધોઈ લો. તમે દરરોજ આ રેસીપી અજમાવી શકો છો. થોડા દિવસ બાદ તમે ફર્ક જોઈ શકશો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

3 બેકિંગ સોડા –
એકલા દૂધ ઉપરાંત તમે દૂધમાં બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને કોણીની કાળાશ પર ઘસો અને પછી કોણીને પાણીથી ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી કોણીની કાળાશ સરળતાથી દૂર થઈ જશે.

4 ઓલિવ તેલ અને ખાંડ –
ઓલિવ તેલમાં એક ચમચી ખાંડ મિક્સ કરો જ્યાં સુધી ખાંડના દાણા થોડું ઓગળી ન જાય. આ પછી, તેને કોણી પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. કાળાશ દૂર થશે અને ત્વચા પણ મુલાયમ રહેશે. આ એક નોર્મલ સ્ક્રબની જેમ કામ કરશે.

5 એલોવેરા –
ત્વચા અને વાળની જેમ કોણીની કાળાશ દૂર કરવા એલોવેરા સૌથી અસરકારક સાબિત થઇ શકે છે. હળદર, એલોવેરા જેલ અને દૂધને મધમાં મિક્સ કરીને કોણી પર લગાવો. તેને લગભગ એક કલાક સુધી સૂકાવા દો અને હુંફાળા પાણીથી ધોઈ લો. આ રેસીપી અઠવાડિયામાં એકવાર અવશ્ય કરવી જોઈએ.

આ પણ વાંચો : Lifestyle: બાથરૂમના નળમાં લાગેલા કાટને આ સરળ ઉપાયોથી કરો દૂર

આ પણ વાંચો : Health Tips: લીંબુ જ નહીં તેના બીજના પણ છે આ સ્વાસ્થ્ય લાભો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article