Beauty Tips: રસોડામાં મળતી આ દાળમાંથી બનાવેલા ફેસપેકથી ચહેરા પર આવશે ગ્લો

|

May 29, 2021 | 4:43 PM

Beauty Tips: ચહેરાની રંગત મેળવવા માટે જરૂરી નથી કે દુનિયાભરની ચીજોનો ઉપયોગ કરવામાં આવે. દાળથી બનેલા ફેસપેક(FacePack) અસરકારક હોય છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે દાળ આરોગ્ય માટે કેટલી ફાયદાકારક છે.

Beauty Tips: રસોડામાં મળતી આ દાળમાંથી બનાવેલા ફેસપેકથી ચહેરા પર આવશે ગ્લો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Beauty Tips: ચહેરાની રંગત મેળવવા માટે જરૂરી નથી કે દુનિયાભરની ચીજોનો ઉપયોગ કરવામાં આવે. દાળથી બનેલા ફેસપેક(FacePack) અસરકારક હોય છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે દાળ આરોગ્ય માટે કેટલી ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો ફેસપેક તરીકે તેનો ઉપયોગ કરીને 40 વર્ષની વયમાં પણ અતિ ખુબસુરત રહી શકો છો. સાથે સાથે 40 વર્ષની વયમાં પણ ચહેરો ગ્લો કરતો રહી શકે છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મગ અને મસૂરની દાળ તેમજ ચણાદાળથી ફેસપેક બનાવી શકાય છે અને તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. રસોડામાં રાખવામાં આવેલી અને દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકો છો. દાળથી બનાવવામાં આવેલા ફેસપેક ખૂબ મદદ કરે છે. તેના લીધે સ્કીન(skin) ખૂબ સારી રીતે ચમકે છે. આપણા ઘરમાં કેટલાક પ્રકારની દાળ હોય છે. જે આપણે ડાયટમાં સામેલ કરતા રહીએ છે. જો તમે ઈચ્છો તો થોડીક માત્રામાં લઈને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી શકાય છે.

 

 

ચણાની દાળ અને કેળાનો ફેસપેક

જો તમારી સ્કીન ડ્રાય છે તો ચણાના પાઉડર અને કેળાનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકાય છે માટે સૌથી પહેલા એકવાર અડધા પાકેલા કેળાને મેશ કરી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી મલાઈ અને ગુલાબજળને મિક્સ કરી લો.

 

આ પેસ્ટને ચહેરા પર લગાવી દેવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. આ પેસ્ટને ચહેરા પર લગાવી દીધા બાદ 10- 15 મિનિટ સુધી લગાવી રાખવામાં આવે છે. ત્યારબાદ પાણીથી ધોઈ લેવામાં આવે છે. આ પેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે.

 

મસુર દાળ અને દૂધનો ફેસપેક

આ પેકને બનાવવા માટે 2 ચમચી મસૂરની દાળ લેવામાં આવે છે. ભુકી કરવામાં આવેલી બે ચમચી દાળ લીધા બાદ તેને રાત્રિ સમય દરમિયાન દૂધમાં પલાળી દેવામાં આવે. સવારમાં પોતાના ચહેરા પર તેને લગાવી દેવામાં આવે અને 20 મિનિટ બાદ તેને ધોઈ નાખો.

 

ચણાની દાળ અને હળદર

જો તમારા ચહેરા પર મોટી સંખ્યામાં ખીલ અને ડાઘ થઈ ગયા છે તો આ ફેસપેક તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. ત્યારબાદ તેમાં જરૂર મુજબ કાચા દૂધને હળદરની સાથે મિક્સ કરી દેવામાં આવે છે.

 

ચણાની દાળ અને મુલતાની માટી

મુલતાની માટી ચહેરા પરથી ખીલને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે ચણાની દાળ ચહેરા પરના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. 2 ચમચી મુલતાની માટીમાં એક ચમચી બેસન લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગુલાબજળ મિક્ષ કરવામાં આવે છે.

 

તેને ચહેરા પર 15 મિનિટ રાખ્યા બાદ ધોઈ નાખવાથી ચહેરાની ખુબસુરતી વધે છે અને કાચા દુધનો ફેસપેક પણ લગાવી શકાય છે. ચહેરા પર જામી ગયેલી ગંદકી અને ડેડ સ્કીનને દૂર કરીને ચહેરાને સુંદરતા આપે છે. માટે મસૂરની દાળ અને દૂધથી બનેલ આ ફેસપેકની મદદ લઈ શકાય છે.

 

આ પણ વાંચો: Health Tips : ડાયાબિટીસ કરતાં પણ જોખમી પ્રિ-ડાયાબિટીસ, આ રીતે ઓળખો

Next Article