Baby Girl Names Starting With B: બંદિની, બૈશાખી અને બહાર, B થી શરૂ થતા સૌથી સ્ટાઈલિશ છોકરીના નામ અને તેનો અર્થ
બાળકોના નામનો (Baby Names) વિશેષ અર્થ હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે અર્થપૂર્ણ નામ સમાજમાં માન અને પ્રતિષ્ઠા આપે છે. અહીં અમે તમને B થી શરૂ થતી છોકરીઓના નામ વિશે જણાવીશું.

પ્રાચીન સમયથી નામકરણની પ્રક્રિયા પ્રચલિત છે. છોકરીઓના એવા નામ (Baby Names) રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેનો અમુક અર્થ છે. આજના યુગમાં માતાપિતા પણ ઈચ્છે છે કે તેમના બાળકનું નામ સ્ટાઈલિશ હોય. બાળકનું સારું નામ રાખવું એ કોઈ મોટી જવાબદારીથી ઓછું નથી.
આવામાં સારું નામ શોધવું એક મોટા પડકારથી ઓછું નથી. યુનિક અને ફેન્સી હોવા સિવાય માતા-પિતાને ખાસ અર્થ ધરાવતા નામ શોધવા માટે ઘણી વાર શોધ કરવી પડે છે. પરંતુ જો તમે પણ અનોખા નામની શોધમાં છો, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ મદદરૂપ થવાનો છે. જો તમે તમારી દીકરીનું નામ B અક્ષરથી રાખવા માંગો છો, તો તમે અહીં આપેલા નામોમાંથી એક અનોખું નામ પસંદ કરી શકો છો.
Bથી શરૂ થતા યુનિક છોકરીના નામ
- બંદિની – જે એક સાથે બાંધી રાખે છે, સ્વાભાવિક
- બ્રુન્ધા – બુલબુલ, મધુર અવાજ વાળી
- બૃન્દા – હિંદુ ધર્મમાં તુલસીને બૃન્દા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે
- બિપાશા – એક નદી, ઘાટ
- બિનિતા – સરળતા, સાદગી, સહજતા
- બારિશા – શુદ્ધ, સ્મિત
- બિનોદિની – સુંદર, રાધા જેવી સુંદર
- બબલી – ક્યૂટ, નાની, દરેકની ફેવરિટ
- બરખા – વરસાદ
- બરુના – દેવીનું નામ, સમુદ્રની પત્નીનું નામ પણ બરુના છે
- બિંદિયા – શ્રૃંગાર, કપાળને શણગારતી બિંદી, સ્ત્રીઓના સોળ શ્રૃંગારમાં સામેલ છે
- બહુલા – સિતારો, ચમકદાર, પ્રકાશિત
- બિનાયા – સંયમિત, સંસ્કારી, સાદગીથી ભરપૂર
- બબિતા - નાની છોકરી, પ્રેરણા, દરેકને પ્રેરણા આપનારી
- બ્રહ્મી – દેવી સરસ્વતીનું નામ, બ્રહ્માની પત્ની
- બંદિતા – પૂજા કરવા યોગ્ય, વખાણ કરવા લાયક, જેના કાયમ વખાણ થવા જોઈએ
- બહાર – વસંત ઋતુ, સકારાત્મક ઉર્જા
- બૈશાખી – વૈશાખ મહિનામાં પૂર્ણિંમા
- બાંધવી – પરિવાર અને મિત્રોને પ્રેમ કરનાર
- બિયાંકા – સફેદ, જેના પર ડાઘ ન હોય
- બિમલા – શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ
- બૈદેહી- સીતા, ભગવાન રામની પત્ની
- બૈજયંતી – ભગવાન વિષ્ણુની માળા, સુંદર ફૂલોની માળા
- બાંસુરી – ભગવાન કૃષ્ણનું પ્રિય સંગીત વાદ્ય
- બેલા – સમય, લતા, જાસ્મીન ફૂલ
- બામિની- દેવી પાર્વતીનું નામ
આ પણ વાંચો: Baby Names starting with B: બવ્યેશ, બરુન, બાલાદિત્ય, Bથી શરૂ થતા છોકરાઓ માટે યુનિક નામ અને તેનો અર્થ
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો