Yantra Puja: યંત્રમાં છે અદ્ભુત શક્તિ, જાણો કઈ કામના માટે કયું યંત્ર પૂજવાથી મળશે લાભ
આ સિદ્ધ યંત્રોમાં તમામ પ્રકારની ઇચ્છાઓને પૂર્ણ કરવાની અને જીવન સાથે જોડાયેલી તમામ પ્રકારની મુશ્કેલીઓ અને કમનસીબીઓને દૂર કરવાની આશ્ચર્યજનક શક્તિઓ છે.

Yantra Puja: સનાતન પરંપરામાં ભગવાનની કૃપા મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે. આપણે દેવી-દેવતાઓની પૂજા માટે ઘણીવાર તંત્ર-મંત્ર અને યંત્રના નામ સાંભળીએ છીએ. આજે આપણે તે યંત્રોનાં નામ અને ફાયદા જાણવાની કોશિશ કરીશું, પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે.
આ સિદ્ધ યંત્રોમાં તમામ પ્રકારની ઇચ્છાઓને પૂર્ણ કરવાની અને જીવન સાથે જોડાયેલી તમામ પ્રકારની મુશ્કેલીઓ અને કમનસીબીઓને દૂર કરવાની આશ્ચર્યજનક શક્તિઓ છે. ચાલો આપણે જાણીએ કે કયા યંત્રની પૂજા કરવાથી શું પરિણામ મળે છે
શ્રીયંત્ર: શ્રીયંત્ર (shri Yantra)માં જીવનની ચારેય અવસ્થાઓ સમાવિષ્ટ છે. જેના કારણે તેનું પૂજામાં ઘણું મહત્વ છુપાયેલું છે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. તેવી પણ માન્યતા છે કે માત્ર શ્રીયંત્રના દર્શન કરવાથી જ તેની અદ્ભુત શક્તિઓના લાભ મળવાનું શરૂ થઈ જાય. શ્રીયંત્રની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેના ભક્તને અદ્ભુત શક્તિઓ અને ઘન પ્રદાન કરે છે.
નવગ્રહ યંત્ર: જ્યોતિષ અનુસાર પૃથ્વી પર જન્મ લેનારા પર દરેક માનવીના જીવનમાં 09 ગ્રહોનો પ્રભાવ રહેલો હોય છે અને તે તેના શુભ અશુભ પ્રભાવના લીધે સુખી અને દુખી થાય છે. આ જ ગ્રહોની શુભતા પ્રાપ્ત કરવા અને તેને દોષ દુર કરવા માટે નવગ્રહ યંત્રની વિશેષ પુજા કરવામાં આવે છે.
સંતાન ગોપાલ યંત્ર: નામના અનુસાર આ યંત્રનો સબંધ સંતાનોથી છે. માન્યતા છે કે જ્યારે રૂકમણીએ સંતાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપમાનયુ ઋષિ પાસે ગયા અને કહ્યું કે ભગવાન તમે તો સ્વયં નાથના નાથ છો. આપણે સંતાન પ્રાપ્તિથી કોણ રોકી શકે ? તમે માત્ર ઈચ્છા પ્રગટ કરો ને આપણે સંતાન થઈ જશે, બસ આજ કારણે સંતાન પ્રાપ્તિ માટે ક્રૃષ્ણ નામથી બનેલા સંતાન ગોપાલ યંત્રની પૂજા કરે છે.
સરસ્વતી યંત્ર માન્યતા છે કે વિદ્યાની દેવી દિવસ દરમ્યાન એક જરૂર કોઈના કોઈની જીભ પર બિરાજમાન થાય છે. અને તેના દ્વારા કહેલી વાત સાચી ઠરે છે. તેવામાં માં સરસ્વતીની કૃપા તેના પર સદાય બની રહે તેના માટે લોકો તેની કૃપા આપતું સરસ્વતી યંત્રની પૂજા કરે છે.
વિદ્યાર્થીઓએ, પ્રતિયોગિતામાં ભાગ લેનારા લોકો અને લેખન કાર્ય અને વાણીથી જોડાયેલા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ટોપ આ યંત્ર વરદાન સાબિત થાય છે. આ યંત્ર ઘારણ કરવાથી અને તેની પૂજા કરવાથી સ્મરણ શક્તિ વધે છે અને દરેક કાર્ય સફળ થાય છે.
નોંધ: અહી આપેલી જાણકારી ધાર્મિક આસ્થા ને લોક માન્યતાઓ પર આધારિત છે. જેના કોઈ પાન વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. સામાન્ય લોકરુચિને ધ્યાનમાં રાખીને આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.