WT-20 ફાઈનલ: સુપરનોવાઝ સામે ટ્રેલબ્લેઝર્સે 16 રને મેચ જીતી લીધી, બન્યું ચેમ્પિયન્સ

|

Nov 09, 2020 | 11:19 PM

વુમન્સ ટી-20 ચેલેન્જ 2020ની આજે ફાઈનલ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. ટ્રાઈલબ્લેઝર્સ અને સુપરનોવાઝ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝને ટાઈટલને સળંગ ત્રીજીવાર જીતવાની તક છે. ટીમ સુપરનોવાઝના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન સ્મૃતી મંધાને શાનદાર અડધીસદી લગાવી હતી.  ટ્રાઈલબ્લેઝર્સે 20 ઓવરના અંતે આઠ વિકેટ […]

WT-20 ફાઈનલ: સુપરનોવાઝ સામે ટ્રેલબ્લેઝર્સે 16 રને મેચ જીતી લીધી, બન્યું ચેમ્પિયન્સ

Follow us on

વુમન્સ ટી-20 ચેલેન્જ 2020ની આજે ફાઈનલ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. ટ્રાઈલબ્લેઝર્સ અને સુપરનોવાઝ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝને ટાઈટલને સળંગ ત્રીજીવાર જીતવાની તક છે. ટીમ સુપરનોવાઝના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન સ્મૃતી મંધાને શાનદાર અડધીસદી લગાવી હતી.  ટ્રાઈલબ્લેઝર્સે 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને 118 રન કર્યા હતા. જેના જવાબમાં બે વારના ચેમ્પિયન્સ સુપરનોવાઝની 16 રને હાર થઈ. ટીમે પીછો કરતા 102 રન સાત વિકેટે ગુમાવીને કર્યા હતા. આ બે વારની ચેમ્પિયન્સન સુપરનોવાઝની ટીમની હાર થતા ટ્રેલબ્લેઝર્સ નવી ચેમ્પિયન્સ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

સુપરનોવાઝની બેટીંગ

પાછળની મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી ઓપનર ચમારી અટ્ટાપટુ છ રન કરીને એલબીડબલ્યુ આઉટ થઈ હતી. ટીમે આમ પ્રથમ વિકેટ ચમારીના સ્વરુપમાં 10 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. વનડાઉન આવેલ તાનિયા ભાટીયા 20 બોલમાં 14 રન કરીને 30 રનના સ્કોર પર બીજી વિકેટ રુપે આઉટ થઈ હતી. 37 રનના સ્કોર પર ત્રીજી વિકેટે જેમિમા રોડરિઝસ પણ 13 રન બનાવીને આઉટ થઈ હતી. કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 36 બોલમાં 30 રન કર્યા હતા. શશિકલા શિરીવર્ધને 18 બોલમાં 19 રન કર્યા હતા. અનુજા પાટીલ આઠ રન કરીને રન આઉટ થઈ હતી. પૂજા વસ્ત્રાકર શૂન્ય રને આઉટ થઇ હતી.

ટ્રેઇલબ્લેઝર્સની બોલીંગ

સલમા ખાતુન ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દિપ્તિ શર્માએ ત્રણ ઓવરમાં માત્ર નવ રન આપીને બે વિકેટ લીધી હતી. શોફીઆ ચાર ઓવરમાં 24 રન આપીને એક વિક્ટ ઝડપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટ્રેઇલબ્લેઝર્સની બેટીંગ

ટીમના બંને ઓપનરોએ ફાઈનલની મહત્વની મેચમાં સમજદારીપુર્વક જબરદસ્ત શરુઆત કરી હતી. ડીયન્દ્રા ડોટ્ટીન અને કેપ્ટન સ્મૃતી મંધાનાએ 71 રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન મંધાને કેપ્ટન ઈનીંગ રમતા 49 બોલમાં 68 રન નોંધાવ્યા હતા. ડોટ્ટીને 32 બોલમાં 20 રન નોંધાવ્યા હતા. રીચા ઘોષે 10 રન, દિપ્તી શર્માએ નવ,હાર્લીન દેઓલે ચાર, શોફીઆ એકલસ્ટોને એક ન અને ઝુણન ગોસ્વામીએ એક રન નોંધાવ્યા હતા. આમ કેપ્ટન સિવાય તમામ બેટ્સમેનો મોટે ભાગે નિષ્ફળ નિવડ્યા હતા. મહત્વની મેચમાં જ મધ્યમ અને નિમ્ન મધ્યક્રમ જ નિષ્ફળ નિવડતા ટ્રેઈલબ્લેઝર્સની સારી શરુઆતના સાથે મોટા સ્કોરથી દુર રહેવુ પડ્યુ હતુ. અંતિમ 18 રનમાં જ ટીમે સાત વિકેટ ખોઈ દીધી હતી.

સુપરનોવાઝની બોલીંગ

ટીમના બોલરો આમ તો શરુઆતમાં સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ બંને ઓપનરોને આઉટ કરતા જ જાણે કે આખીય ટીમ પત્તાના મહેલની માફક જ બોલરોએ ખેરવી દીધી હતી. રાધા યાદવે ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને 5 વિકેટ ઝડપી લીધી હતી. મધ્યમક્રમને રાધા યાદવે જાણે કે ક્રિઝ પર ટકવા જ નહોતા દીધા. પુનમ યાદવ અને શશિકલા સીરીવર્ધનેએ પણ એક એક વિકેટ ઝડપી હતી. જે બંનેએ ઓપનરોને આઉટ કરતા ટીમને મોટા સ્કોર તરફ જતી હરીફ ટીમને અટકાવવામાં રાહત સાંપડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article