જોડિયા બાળકોને ઓળખવા માટે ટેટૂ કરાવવા માંગતી હતી મહિલા, લોકોએ ઉધળી લીધી

|

Jan 08, 2023 | 7:10 PM

Viral videos : સોશિયલ મીડિયા પર એક મહિલાએ મજાકમાં કહ્યું કે તે તેના જોડિયા બાળકોને અલગ પાડવા માટે ટેટૂ બનાવવાનું વિચારી રહી છે. ત્યારબાદ લોકોએ તેને ઘણી સલાહ આપી હતી.

જોડિયા બાળકોને ઓળખવા માટે ટેટૂ કરાવવા માંગતી હતી મહિલા, લોકોએ ઉધળી લીધી
Wanted to get tattoos done to identify twins

Follow us on

જોડિયા બાળકોને ઓળખવું સરળ નથી. કારણ કે મોટાભાગે તેમનો દેખાવ લગભગ સમાન હોય છે. આવી સ્થિતિમાં એક મહિલાને વિચાર આવ્યો કે તે તેના બાળકોને ટેટૂ કરાવે જેથી તેને ઓળખવામાં સરળતા રહે. મહિલાના આ વિચારને જાણીને લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા અને તેને વિવિધ રીતે ટોણા મારવા લાગ્યા .

અમેરિકાની રહેવાસી જેનિફરને ત્રણ બાળકો છે. જે માંથી બે જુડવા છે. તે તેના બાળકોને ટેટૂ કરાવવા માટે ટેટૂ પાર્લરમાં લઈ ગઈ પરંતુ તેને ટેટુ કરાવ્યા વગર જ પાછું ફરવું પડ્યુ. ટિકટોક વીડિયોમાં જેનિફરે કહ્યું, જ્યારે હું બાળકોને ટેટુ સોપ લઈ ગઈ ત્યારે દુકાનદારે કહ્યું કે ના, ટેટૂ કરાવવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તેથી જ મેં તેને ઘરે ટેંપરેરી ટેટૂ બનાવવાનું નક્કી કર્યું.

રાશિચક્ર અનુસાર ટેટૂ કરાવવા માંગતી હતી

ડેઈલી મેલના અહેવાલ મુજબ, આ વીડિયો જેનિફરે મજાક તરીકે બનાવ્યો હતો જે પળવારમાં વાયરલ થઈ ગયો હતો. હજારો લોકો તેને સલાહ આપવા લાગ્યા. તેણીએ ‘બેબી A’ માટે નાનું જ્યુપિટર ટેટૂ કરાવવાનું નક્કી કર્યું કારણ કે તે મીન રાશિનો છે અને ‘બેબી B’ માટે નોકઆઉટ છે કારણ કે તે હંમેશા તેને ‘નોક આઉટ’ કરવાનો પ્રયાસ કરે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટોણો મારવા લાગ્યા લોકો

જેનિફરે જણાવ્યું કે ટેટૂ બનાવવા માટે તેણે બંને બાળકોના માથા પર હાથ મૂકતા જ તે ખૂબ હસી પડી. તે આગળ બોલે તે પહેલા જ લોકો તેને ટોણા મારવા લાગ્યા. એક વ્યક્તિએ લખ્યું, તમારા બાળકો એક સરખા ન દેખાય તો પણ તેમને ઓળખવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. એક મહિલાએ લખ્યું, ‘આ ભયંકર છે, હું વિશ્વાસ નથી કરી શકતી કે તમે તમારા બાળકોને ટેટૂ પાર્લરમાં લઈ ગયા છો.એક મહિલાએ કહ્યું, ટેટૂમાં ઘણાં હાનિકારક રસાયણો હોય છે, કૃપા કરીને તેનો ઉપયોગ તમારા બાળકો પર ન કરો. એક વ્યક્તિએ લખ્યું, ટેટૂ ટેંમપરરી છે, તમે તેને ધોઈ નાખશો, પરંતુ તે દર્શાવે છે કે તમે તમારા બાળકો પ્રત્યે કેટલા બેદરકાર છો.

જુદા જુદા સૂચનો આવવા લાગ્યા

મહિલાએ કહ્યું કે આ માત્ર એક આઈડિયા છે તો લોકોની ટિપ્પણીઓ બદલાઈ ગઈ. એક વ્યક્તિએ કહ્યું, શ્રેષ્ઠ વિચાર એ છે કે તેઓને અલગ-અલગ કપડાં પહેરાવે. એકે કહ્યું, અલગ-અલગ બ્રેસલેટ આપો, બાળકોને ટેટૂની જરૂર નથી. જ્યારે હાથની આંગળી પર નેલ પોલીશ લગાવવાની સલાહ આપી. બીજી સ્ત્રીએ કહ્યું, અલગ-અલગ કાનમાં બુટ્ટી પહેરાવો.

Next Article