AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virgo Horoscope 2023 : કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે 2023 નું વર્ષ, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે

સામાન્ય રીતે આ Virgo રાશિના લોકો માટે આ વર્ષેમા આશાના કિરણ આવી શકે છે પરંતુ, તેમના દાંપત્ય જીવનમા થોડી મુશ્કેલીઓ આવી શકે છે.2023મા ચંદ્રના ગોચરના કારણે આ રાશિના જાતકોની જવાબદારીઓમા વધારો થઈ શકે છે. સામાન્ય રીતે આ રાશિના લોકો માટે આ વર્ષ  આશાનું  કિરણ બની શકે છે

Virgo Horoscope 2023 :  કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે 2023 નું વર્ષ, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે
Virgo Horoscope 2023
Disha Thakar
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:14 PM
Share

વર્ષ 2023મા કન્યા રાશિના જાતકો માટે નવા વર્ષમા મિશ્રિત ફળ મળે તેવી સંભાવના છે. કન્યા રાશિના જાતકોના જીવનમા કેટલાક બદલાવ થઈ શકે છે. 2023મા ચંદ્રના ગોચરના કારણે આ રાશિના જાતકોની જવાબદારીઓમા વધારો થઈ શકે છે. સામાન્ય રીતે આ રાશિના લોકો માટે આ વર્ષ  આશાનું  કિરણ બની શકે છે પરંતુ, તેમના દાંપત્ય જીવનમા થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

કન્યા રાશિફળ 2023 અને નાણાકીય સ્થિતિ

2023મા કન્યારાશિના જાતકો માટે આ વર્ષમા આર્થિક દ્રષ્ટીએ મુશ્કેલીજનક સાબિત થાય છે. નવા વર્ષમા આ રાશિના જાતકોને બિનજરુરી ખર્ચમા વધારો થઈ શકે છે. તમારે આ વર્ષે નવા રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આ વર્ષે માર્ચ મહિનામા ગુરુ તમારી રાશિમા પ્રવેશ કરશે અને તમારા સાતમા ઘરમા બિરાજશે. જેના કારણે તમારા અટકેલા નાણાં તમને મળી શકશે.

કન્યા રાશિફળ 2023 અને કારકિર્દી

2023મા કન્યા રાશિના જાતકો માટે સારુ સાબિત થશે. આ વર્ષે નોકરી કરતા અને વ્યવસાય કરતા લોકોને તેમના કામમા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વર્ષની શરુઆતમા કન્યા રાશિના જાતકો માટે સમય અનુકુળ યોગ બનશે જે લોકો નોકરી કરે છે તે લોકો માટે વર્ષના મધ્ય સમયગાળા પછી તમારા માટે સારો સમય રહેશે.આ રાશિ પર શનિનો પ્રભાવ હોવાથી કેટલીક સમસ્યાઓ બની રહેશે.

કન્યા રાશિફળ 2023 અને શિક્ષણ

2023મા કન્યા રાશિના અભ્યાસ કરતા જાતકો માટે આ વર્ષમા મિશ્રિત ફળ મળે તેવી શકયતા છે. વર્ષની શરુઆતમા આ રાશિના વિદ્યાર્થીઓને વિશેષ ધ્યાન રાખવુ પડશે. ફેબ્રુઆરીમા મંગળ ગોચર થવાના કારણે મંગળની દ્રષ્ટી તમારા પાંચમા ઘર પર રહેશે.જેના કારણે તમારી મહેનત મુજબ તમને પરિણામ મળે તેવી શક્યતાઓ છે. જો તમે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા છો તો તમારા માટે ઓગસ્ટ થી ઓક્ટોમ્બર સુધીનો સમયગાળો સારો રહેશે. પરંતુ જો તમે વિદેશ અભ્યાસ કરવા માટે જવાનુ વિચારો છો તો તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

કન્યા રાશિફળ 2023 અને આરોગ્ય

કન્યા રાશિના જાતકો માટે 2023મા સ્વાસ્થ સબંધિત મુશ્કેલીઓમા વધારો થઈ શકે છે. આ વર્ષમા જાન્યુઆરી, એપ્રિલ,જૂન અને સપ્ટેમ્બર મહિનામા નાની-મોટી બિમારીઓની થવાની સંભાવના થઈ શકે છે.તેમજ માનસિક તણાવમા વધારો થઈ શકે છે. જે જાતકો 45 વર્ષથી વધુ ઉમર ધરાવે છે તેવા લોકોને આ વર્ષમા ડાયાબિટીસ જેવા રોગો થવાની સંભાવના છે. બુધના ગોચરના સમયગાળામા તમારી સ્વાસ્થ સબંધિત જુની પરેશાનિ હંમેશા માટે દૂર થઈ શકે છે.

કન્યા રાશિફળ 2023 અને પારીવારીક જીવન

આ વર્ષે કન્યા રાશિના જાતકોનુ પારિવારીક જીવન સામાન્ય રહેશે. આ વર્ષની શરુઆતમા તમારે કોઈ કામ માટે તમારા પરિવારથી દૂર જવાનુ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા મિત્રોનો સાથ સહકાર તમને મળી રહેશે સાથે તમારા ભાઈ- બહેનનો સહકાર રહેશે. આ વર્ષે તમારા ભાઈ- બહેન સાથે તમારા સબંધો મધુર રહેશે. તમારા પરિવારના વડિલ તમારા કાર્યમા મદદરુપ બની શકે છે. 2023મા તમારા જીવનમા પ્રગતી કરવા માટે તમને સહયોગ મળી શકે છે. જેના કારણે તમારા પરિવારમા આનંદનો માહોલ રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Leo Horoscope 2023: સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે 2023નું વર્ષ, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">