AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo Horoscope 2023: સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે 2023નું વર્ષ, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે

સિંહ રાશિના જાતકોની 2023ના આખા વર્ષ દરમિયાન પ્રગતિ થશે તો બીજી બાજુ એપ્રિલમાં ગુરુ તમારા ભાગ્ય ભાવમાં મેષ રાશિમાં ગોચર કરશે, જેના કારણે તમને સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે.

Leo Horoscope 2023: સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે 2023નું વર્ષ, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે
Leo Horoscope
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:15 PM
Share

સિંહ રાશિના જાતકો માટે 2023નુ વર્ષ ખાસ રહેશે. નવા વર્ષની શરુઆતમાં 17 જાન્યુઆરીના દિવસે શનિ સાતમાં ભાવમાં આવશે, જેના કારણે બિઝનેસ કરતા લોકો આ દરમિયાન પોતાની નવી યોજના અમલમાં મૂકી શકે છે. સિંહ રાશિના જાતકોની 2023ના આખા વર્ષ દરમિયાન પ્રગતિ થશે તો બીજી બાજુ એપ્રિલમાં ગુરુ તમારા ભાગ્ય ભાવમાં મેષ રાશિમાં ગૌચર કરશે જેના કારણે તમને સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે. નોકરીયાત લોકો તેમની કાર્યક્ષમતા, બુદ્ધિમત્તાના અને મહેનતથી તે નવી ઊંચાઈ સર કરશે. આ વર્ષે સિંહ રાશિના જાતકોના શત્રુઓને સફળતા નહીં મળે. આવનારુ નવુ વર્ષ સિંહ રાશિના જાતકોના વ્યવસાય અને નોકરી માટે વધુ ફાયદાકારક વર્ષ રહેશે.

સિંહ રાશિફળ 2023 અને પારિવારિક જીવન

2023માં સિંહ રાશિના પારિવારિક જીવન માટે આ વર્ષ મિશ્ર રહેશે. 2023ના મધ્યમાં અને છેલ્લા સમયગાળામા પરિવારના સભ્યો વચ્ચે કેટલાક મનભેદ અને મત ભેદ જોવા મળશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર તમારી રાશિથી સાતમા સ્થાને શનિ હોવાથી વર્ષની શરુઆતમા કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એપ્રિલ પછી શનિ તમારી રાશિમા ગોચર કરશે તેના કારણે તમને સકારાત્મક અસર જોવા મળે છે. આ સમયગાળામા સંતાન પ્રાપ્તીના યોગ બનશે.

સિંહ રાશિફળ 2023 અને નાણાકીય સ્થિતિ

આ નવુ વર્ષ સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિને લઈને ફાયદાકારક સાબિત થશે. 2023માં ગુરુ અને રાહુના ગૌયરના કારણે આ રાશિના જાતકોને નાણાકીય લાભ મળે તેના સારા સંકેત પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે સિંહ રાશિના જાતકોને આ વર્ષે અચાનક ધન પ્રાપ્તીના યોગ બનશે.

સિંહ રાશિફળ 2023 અને શિક્ષણ

સિંહ રાશિના અભ્યાસ કરતા જાતકો માટે આવનાર વર્ષમા મિશ્રિતફળ રહેશે. જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેવા લોકોને કેટલીક પરિક્ષામાં સફળતા તો કેટલીક પરિક્ષામાં નિરાશાનો સામનો કરવો પડશે. એપ્રિલના મહિના પછી ઉચ્ચ શિક્ષણના કારક ગુરુ દેવની દ્રષ્ટી 5મા ભાવમાં પડશે. જેના કારણે સિંહ રાશિના જાતકોને વિશેષ ધ્યાન આપવાની જરુર છે. જે લોકોને વિદેશમાં જવા માંગતા હોવ તેવા જાતકોને સારી તક મળશે.

સિંહ રાશિફળ 2023 અને આરોગ્ય

સિંહ રાશિના લોકોને 2023માં પાછલા વર્ષ 2022ની સાપેક્ષમાં સ્વાસ્થ્ય સારુ રહેશે. શનિના 17 જાન્યુઆરી 2023ના રોજ શનિ મૂળ ત્રિકોણરાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ તમારી રાશિથી છઠ્ઠા ઘરના સ્વામી છે. સિંહ રાશિના જાતકોને તેમની જૂની બિમારીઓથી છુટકારો મળી શકે છે પરંતુ, સ્વાસ્થને લઈને બેદારકારી રાખશો તો વર્ષના અંત સુધીમાં તે કોઈ રોગ થવાની સંભાવના બની શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Cancer Horoscope 2023 : કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે 2023 નું વર્ષ, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">