વલસાડ નગરપાલિકામાં આજે પાણીના મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.૫૦ થી વધુ મહિલાઓ એકત્રિત થઈને પાલિકામાં ધસી ગઈ હતી અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હોબાળો મચાવીને હૈયાવરાળ ઠાલવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ શહેરમાં પાણીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે અને પાલિકા દ્વારા અનિયમિત પાણી આપવામાં આવી રહ્યું છે.વલસાડના અનેક છેવાડાના વિસ્તારોમાં તો પાણી પણ નથી પોહચ્તું. જેથી પાણીના કકળાટથી કંટાળીને આજે મહિલાઓએ પાલિકામાં સી.ઓ ની ઓફીસ બાનમાં લીધી હતી.