વાળ માટે વિશેષ વરદાનરૂપ છે દહીં, આ હેરમાસ્ક આપશે લાંબા અને ભરાવદાર વાળ
લાંબા અને કાળા વાળ કોને નથી ગમતા? લાંબા વાળ ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે પણ આજે વાતાવરણ અને ખાણીપીણીની અસર વાળ પર જોવા મળે છે. જેનું કારણ છે કે વાળ જલ્દી સફેદ થવા લાગે છે, ટાલ પડવા લાગે છે. બહારની પ્રોડક્ટ વાપરવાથી વાળ વધારે ખરાબ થાય છે પણ અમે તમને જણાવીશું એવી વસ્તુ વિશે […]
લાંબા અને કાળા વાળ કોને નથી ગમતા? લાંબા વાળ ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે પણ આજે વાતાવરણ અને ખાણીપીણીની અસર વાળ પર જોવા મળે છે. જેનું કારણ છે કે વાળ જલ્દી સફેદ થવા લાગે છે, ટાલ પડવા લાગે છે. બહારની પ્રોડક્ટ વાપરવાથી વાળ વધારે ખરાબ થાય છે પણ અમે તમને જણાવીશું એવી વસ્તુ વિશે જે આસાનીથી ઘરમાં મળી રહે છે અને તેનો ઉપયોગ વાળ માટે કોઈ વરદાનથી ઓછો નથી. તેમાં સારી માત્રામાં લેકટોઝ, કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે. તે વસ્તુ છે દહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આવો જાણીએ દહીંથી વાળને કેવી રીતે સુંદર બનાવશો?
1). વાળ માટે બે મોટી ચમચી લીંબુનો રસ, થોડું નારિયેળ તેલ અને દહીં મિક્ષ કરીને લગાવી શકાય છે. આ હેર માસ્કને 20 મિનિટ સુધી માથા પર લગાવીને શેમ્પુ વડે ધોઈ નાંખો તેનાથી વાળ ખરતા બંધ થશે.
2). એક વાટકી દહીં અને એક કાચા ઈંડાનું મિશ્રણ પણ માથામાં લગાવી શકાય છે. ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. 10 મિનિટ સુધી આ માસ્ક લગાવીને ધોવાથી વાળને ફાયદો થાય છે.
3). દહીં અને કેળાનું મિશ્રણ પણ વાળને હાઈડ્રેટ રાખે છે. વાળના પોષણ માટે તે ઉપયોગી છે. એક ચમચી દહીંમાં પાકેલું અડધું કેળું, 3 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને અડધો કલાક લગાવીને ધોઈ લેવાથી વાળ મજબૂત બને છે.
4). દહીં અને મુલતાની માટી પણ માથાના વાળ માટે શ્રેષ્ઠ છે. મુલતાની માટી ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે. તેનાથી વાળ ઓછા ખરે છે.
5). એલોવેરા અને દહીં પણ ઉત્તમ ઈલાજ છે. 2 ચમચી દહીંમાં 3 ચમચી એલોવેરા, 2 ચમચી જૈતુનનું તેલ અને એક ચમચી મધને સારી રીતે મિક્સ કરીને માથામાં 15 મિનિટ લગાવો. અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરી શકો છો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)