યુક્રેનને મોટો ઝટકો, અમેરિકાના રાષ્ટ્રપતિએ F-16 ફાઈટર પ્લેન આપવાનો કર્યો ઈન્કાર

|

Jan 31, 2023 | 9:02 AM

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પશ્ચિમી દેશો પાસેથી સતત ઘાતક હથિયારોની માંગ કરી રહ્યા છે. યુએસ અને જર્મની પાસેથી ઘાતક અબ્રામ્સ અને લેપર્ડ-2 ટેન્ક લીધા બાદ યુક્રેને બાઈડન પાસેથી એફ-16 ફાઈટર જેટની માંગ કરી હતી.

યુક્રેનને મોટો ઝટકો, અમેરિકાના રાષ્ટ્રપતિએ F-16 ફાઈટર પ્લેન આપવાનો કર્યો ઈન્કાર
અમેરિકાએ યુક્રેનને F-16 ફાઈટર પ્લેન આપવાનો કર્યો ઈન્કાર
Image Credit source: Google

Follow us on

રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેનને તેના સૌથી મોટા સાથી અમેરિકા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે કહ્યું કે, અમેરિકા યુક્રેનને F-16 ફાઈટર જેટ નહીં મોકલે. મહત્વનું છે કે અમેરિકાએ યુક્રેનને બંદૂકો અને ટેન્કના રૂપમાં સૈન્ય સહાયમાં વધારો કર્યો હતો. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા સામે યુદ્ધ કરવા ફાઈટર જેટની માંગ કરી હતી. ગયા અઠવાડિયે, બાઈડને જાહેરાત કરી હતી કે તે યુક્રેનને 31 M1 અબ્રામ્સ ટેન્ક મોકલશે.

ઝેલેન્સકી હથિયારોની માંગ કરી રહ્યા છે

હકીકતમાં યુક્રેનમાં શિયાળા બાદ રશિયાના ભારે હુમલાનો ખતરો વધી રહ્યો છે. આ ખતરાને જોતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પશ્ચિમી દેશો પાસેથી સતત ઘાતક હથિયારોની માંગ કરી રહ્યા છે. યુએસ અને જર્મની પાસેથી ઘાતક અબ્રામ્સ અને લેપર્ડ-2 ટેન્ક લીધા બાદ યુક્રેને બાઈડન પાસે એફ-16 ફાઈટર જેટની માંગ કરી હતી. એટલું જ નહીં, યુક્રેનના સહયોગી દેશોએ પણ રાષ્ટ્રપતિ બાઈડને માંગ કરી કે કિવને F-16 ફાઈટર જેટ આપવામાં આવે.

અમેરિકા યુક્રેનને ફાઈટર જેટ નહીં આપે

યુક્રેનને F-16 ફાઈટર જેટ આપવા અંગે મીડિયાના સવાલના જવાબમાં જો બાઈડને કહ્યું, અત્યારે અમેરિકા યુક્રેનને F-16 ફાઈટર જેટ આપવાના મૂડમાં નથી. વ્હાઈટ હાઉસે સાઉથ લૉન પર બોલતા બાઈડને એમ પણ કહ્યું કે તેમને ખાતરી નથી કે તેઓ યુક્રેનમાં યુદ્ધની વર્ષગાંઠ માટે આવતા મહિને યુરોપની મુલાકાત લેશે કે નહિં.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

પોલેન્ડની મુલાકાત લેવાની યોજના

એક પ્રશ્નના જવાબમાં બાઈડને કહ્યું કે, તે પોલેન્ડની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ ક્યારે તેની ખાતરી નથી. અગાઉ, બાઈડને યુક્રેન માટે 2.5 બિલિયન USD(યુએસ ડોલર)નું રક્ષા પેકેજ આપ્યું હતું. તે સમયે ઝેલેન્સકીએ અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઝેલેન્સ્કીએ આભાર લખ્યું

ઝેલેન્સકીએ ટ્વિટર પર લખ્યું છે કે, 2.5 બિલિયન USDનું બીજું શક્તિશાળી રક્ષા સહાય પેકેજ આપવા બદલ આભાર. સ્ટ્રાઈકર IFVs વધારાની બ્રેડલી APCs અને એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમ્સ અમારી લડાઈમાં મહત્વપૂર્ણ ભાગ છે. અતુટ સમર્થન બદલ આભાર!

યુક્રેનને મળ્યું રક્ષા પેકેજ

જો કે, રક્ષા પેકેજમાં કિવ દ્વારા વિનંતી કરાયેલ યુદ્ધ ટેન્કનો સમાવેશ થતો નથી, પરંતુ પેન્ટાગોનના નિવેદન મુજબ 90 સ્ટ્રાઈકર આર્મર્ડ કર્મચારી કેરિયર્સ, વધારાના 59 બ્રેડલી ઈન્ફૈટ્રી ફાઈટર વાહનો, એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમ, મોટા અને નાના હથિયારોનો સમાવેશ થાય છે. આ પેકેજમાં 59 બ્રેડલી IFV નો સમાવેશ કરવામાં આવ્યો છે, તેની સાથે 50 બ્રેડલીજ પહેલેથી જ 6 જાન્યુઆરીએ પ્રતિબદ્ધ છે અને 90 સ્ટ્રાઈકર APCs યુક્રેનને આર્મર્ડ ક્ષમતાના બે બ્રિગેડ પ્રદાન કરશે.

યુક્રેને કોઈ વિનંતી કરી નથી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ડચ વડાપ્રધાન માર્ક રુટેએ કહ્યું કે, તેમને યુક્રેન તરફથી ફાઈટર જેટ માટે કોઈ વિનંતી મળી નથી. મેક્રોને હેગમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમને (યુક્રેન તરફથી) આવી કોઈ વિનંતી મળી નથી. જણાવી દઈએ કે આ બંને નેતાઓ ફેબ્રુઆરીમાં આગામી યુરોપિયન યુનિયન કાઉન્સિલની તૈયારી માટે બેઠક કરી રહ્યા હતા.

Next Article