Surat: બે કરોડનો દંડ 150 કરતા વધુ પોલીસ ફરિયાદ છતાં રખડતા ઢોરો સામે કોર્પોરેશન ઘુંટણિયે

|

Aug 31, 2021 | 7:28 PM

સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં બે કરોડનો દંડ અને 160 થી વધુ પોલીસ ફરિયાદ કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે.

Surat: બે કરોડનો દંડ 150 કરતા વધુ પોલીસ ફરિયાદ છતાં રખડતા ઢોરો સામે કોર્પોરેશન ઘુંટણિયે
Surat: Two crore fine in five years, more than 150 police complaints, but the problem of stray cattle

Follow us on

સુરત મહાનગરપાલિકાએ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે છેલ્લા પાંચ વર્ષમાં બે કરોડ રૂપિયાથી પણ વધારેનો દંડ અને 150 કરતા પણ વધારે પોલીસ ફરિયાદ કરી છે. છતાં આજે પણ શહેરમાં રખડતા ધોરણો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. માર્કેટ વિભાગના ધિકારીઓનું માનીએ તો અપૂરતો સ્ટાફ, કામગીરીમાં રાજકીય નેતાઓની દખલ અંદાજી અને કેટલાક માથાભારે પશુપાલકો દ્વારા પાલિકાના સ્ટાફ પર કરવામાં આવતા હુમલાના કારણે નક્કર કામગીરી થઇ શકતી નથી.

રખડતા શ્વાનની જેમ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા પણ વધી રહી છે. રખડતા ઢોરોને કારણે રોજ અકસ્માતો થાય છે. પરંતુ પાલિકાનો સ્ટાફ કામગીરી કરવા માટે લાચાર છે. છેલ્લા પાંચ વર્ષમાં રખડતા ઢોરની ફરિયાદ પછી બે કરોડ રૂપિયા કરતા પણ વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. સતત પાંચ વખત જો રખડતા ઢોર પકડાય તો દંડ લઈને તેને છોડી દેવાના બદલે પાંજરાપોળમાં મોકલી આપવાનો નિયમ છે.

પરંતુ મહાનગરપાલિકા દ્વારા મેન્યુઅલી કરવામાં આવતા ટેગ પશુપાલકો કાઢી નાંખે છે. તેના કારણે એક જ ઢોર અનેક વખત પકડાયું હોવા છતાં પણ તેની સામે પહેલા જેટલો જ દંડ વસુલવામાં આવે છે. અને આ સમસ્યા જેમની તેમ રહી જાય છે. કોર્પોરેશને સૌથી વધુ દંડ વર્ષ 2018-19માં 80.37 લાખ વસુલ્યો છે. જયારે ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પાલિકાના સ્ટાફ પર જે હુમલા થાય છે તેની સૌથી વધુ ફરિયાદ 2017-18માં દાખલ કરવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાલિકા તંત્રનું કહેવું છે કે ચોમાસા દરમ્યાન રખડતા ઢોરોનો ત્રાસ સૌથી વધુ થઇ જાય છે. શહેરના અનેક વિસ્તારો તો એવા છે કે જ્યાં રખડતા ઢોરોની સમસ્યા બારેમાસ રહે છે. આ વિસ્તારમાં જો રખડતા ઢોર સાથે વાહનચાલકની ટક્કર પણ થાય તો માથાભારે પશુપાલકો વાહનચાલકોને મારે પણ છે.

પાલિકાના માર્કેટ વિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી. જેટલો છે તેના પર પણ હુમલાનો વધુ ખતરો રહેલો છે. પાંચ વર્ષમાં સ્ટાફ પર અનેક હુમલા કરાયા અને 162 વખત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. વધુમાં કેટલાક રાજકારણીઓ પણ પશુપાલકોનું ઉપરનું લઈને ઢોર છોડાવવા માટે દબાણ કરતા હોવાથી પણ કામગીરી યોગ્ય રીતે થઇ શક્તિ નથી.

વર્ષ                                  દંડ (લાખમાં)                  પોલીસ ફરિયાદ
2017- 18                          56.65                                     53
2018-19                          80.37                                     40
2019-20                          41.76                                    38
2020-21                          30.94                                   28
2021                                12.22                                    04

આ પણ વાંચો :

Surat : મુંબઈ અને ગુજરાતના 6 પરિવારો ઘરને તાળું મારીને અપનાવશે સંયમનો માર્ગ

Surat : ડાયમંડ બુર્સ પછી હવે જવેલરી માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા થનગનાટ શરૂ, જાણો શું થશે ફાયદા

 

Next Article