Gujarat Rain : મેઘરાજાએ સુરતને ધમરોળ્યુ, બારડોલી, કતારગામ, અડાજણ સહિતના વિસ્તારમાં કરી જમાવટ, જુઓ Video

|

Oct 21, 2024 | 10:12 AM

સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.આજે પણ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. સુરત, નવસારી સહિતના જિલ્લામાં મેઘ મહેર થઇ છે.

સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કતારગામ, ડભોલી, અડાજણમાં ભારે વરસાદ નોંધાયો છે. તો પીપલોદ, સિટીલાઈટ વિસ્તારમાં પણ વરસાદી જમાવટ કરી છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

આ તરફ સુરતના બારડોલીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ, ધામરોડમાં વરસાદ વરસ્યો. તો તેન, ઈસરોલી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો. વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછોતરા વરસાદથી ડાંગરના પાકને મોટાપાયે નુકસાનની ભીતિ છે.

Next Article