Surat : 9 મહિનાથી ડોગ બર્થ કંટ્રોલનું ટેન્ડર અટક્યું. શ્વાન કરડવાના રોજના સરેરાશ 50 કેસ

|

Jul 28, 2021 | 9:03 AM

સુરતીઓ શ્વાન કરડવાના કેસોથી પરેશાન છે. તો બીજી તરફ સુરત મનપા આ બાબતને ગંભીરતાથી નથી લઇ રહી.

Surat : 9 મહિનાથી ડોગ બર્થ કંટ્રોલનું ટેન્ડર અટક્યું. શ્વાન કરડવાના રોજના સરેરાશ 50 કેસ
Dog birth control tender stalled for 9 months. An average of 50 cases of dog bites per day

Follow us on

Surat: સુરતમાં શ્વાન કરડવા(Dog Bite)ના કિસ્સા વધી ગયા છે. તેમજ રોજના 50 જેટલા કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા (Surat Corporation)પણ આ બાબતે વધારે ગંભીર નથી દેખાતી. જોકે એક મહિના પહેલા ટેન્ડર(Tender) બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ફક્ત એક જ કંપનીએ રસ બતાવ્યો છે. અને હવે આ કંપનીને કોન્ટ્રાકટ આપવાનો છે કે નહી તેની સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા કરાશે.

જોકે આ પ્રક્રિયાને પૂરો થવામાં પણ દોઢ મહિનો લાગી શકે છે. વાસ્તવમાં ડોગ બર્થ કંટ્રોલ (Dog Birth Control) કરવા માટે ઓક્ટોબર 2020માં ટેન્ડર કાઢવામાં આવ્યું હતું. પરંતુ બે વાર રિજેક્ટ કરવામાં આવ્યું હતું. ત્રીજી વખત હૈદરાબાદની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તે આ ટેન્ડરની ભરનાર એકમાત્ર કંપની હતી. આ જ કંપનીએ અગાઉ પણ બે વર્ષનું ટેન્ડર ભર્યું હતું. આ વર્ષે પણ એ જ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવે તેવું નક્કી થયું છે. પણ હજી સુધી સ્થાયી સમિતિની બેઠકમાં તેના પર કોઈ ચર્ચા થઇ નથી.

જ્યાં સુધી સ્થાયી સમિતિની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં નથી આવી રહ્યો ત્યાં સુધી આ કંપની સત્તાવાર રીતે કામ કરી શકશે નહિ. મળતી માહિતી પ્રમાણે સુરતમાં હાલ 60 હજાર કરતા પણ વધારે શ્વાનની સંખ્યા છે. માર્કેટ સુપ્રિટેન્ડન્ટ રાજેશ પટેલ જણાવે છે કે હજી સ્થાયી સમિતિમાં ડોગ બર્થ કંટ્રોલના કોન્ટ્રાકટ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે તે પછી જ તેના પર કામ આગળ વધી શકશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

હોસ્પિટલ પાસેથી મળતી જાણકારી પ્રમાણે દરરોજ 50 કરતા વધારે શ્વાન કરડવાના કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલીકવાર બાઇકચાલક શિકાર થઈ જાય છે અને આવી રીતે રોડ અકસ્માતના પણ આઠ થી દસ કેસ સામે આવે છે.મહાનગરપાલિકા પણ સ્વીકારે છે કે ડોગ બાઈટની અસંખ્ય ફરિયાદો આવી રહી છે.  પરંતુ જ્યાં સુધી સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજુર ન થાય ત્યાં સુધી આ મામલે કશું જ કરી શકાય તેમ નથી.

પહેલીવાર જયારે ટેન્ડર કાઢવામાં આવ્યું હતું ત્યારે પણ એક જ કંપનીએ ટેન્ડર ભર્યું હતું. તે પછી બીજીવાર ટેન્ડર ભાર પાડવામાં આવ્યું છે. આ વખતે બે કંપનીઓએ રસ દાખવ્યો છે. પરંતુ એક કંપની પાસે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ નહિ હતા. જયારે બીજી કંપની પાસે 5 હજાર ઓપરેશનનો અનુભવ નહિ હતો. જેથી ત્રીજી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક હૈદરાબાદની વેટ સોસાયટીએ ટેન્ડર ભર્યું છે.

 

Next Article