ભુવનેશ્વરના સ્થાનને ભરવા ડેવિડ વોર્નરે આ યુવાન ખેલાડી તેડાવ્યો, બંને તરફ સ્વિીંગ કરાવતો આ તેજ બોલર ભુવીની ખોટ ભરી શકે છે
T-20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાંથી ભુવનેશ્વર કુમાર ઈજાનાં કારણે બહાર થઈ ગયા બાદ તેની ખોટ પુરવા ટીમ હવે 22 વર્ષીય ઝડપી બોલર પૃથ્વીરાજ યારાને ટીમમાં સામેલ કરી રહી છે. પૃથ્વીરાજ યારા આંધ્રપ્રદેશનો ઝડપી બોલર છે અને પાછળની સિઝનમાં પણ તે કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતો. નવાઇની વાત પણ છે કે, તેણે ટી-20 લીગ ગત […]

T-20 લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાંથી ભુવનેશ્વર કુમાર ઈજાનાં કારણે બહાર થઈ ગયા બાદ તેની ખોટ પુરવા ટીમ હવે 22 વર્ષીય ઝડપી બોલર પૃથ્વીરાજ યારાને ટીમમાં સામેલ કરી રહી છે.
પૃથ્વીરાજ યારા આંધ્રપ્રદેશનો ઝડપી બોલર છે અને પાછળની સિઝનમાં પણ તે કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતો. નવાઇની વાત પણ છે કે, તેણે ટી-20 લીગ ગત વર્ષે કલકત્તા વતી થી હૈદરાબાદ સામે જ રમીને ડેબ્યુ કર્યુ હતુ. ત્યાર બાદ તેણે બીજો મુકાબલો રાજસ્થાન સામે ઇડન ગાર્ડનમાં રમ્યો હતો. જોકે સિઝન ખતમ થતા જ તેને કલકત્તાએ રીલીઝ કરી દીધો હતો. મતલબ ગત સિઝનમાં જે ખેલાડીએ હૈદરાબાદ સામે ડેબ્યુ કરી ચુક્યો હતો, તે હવે હૈદરાબાદ માટે જ રમતો દેખાશે. 19 વર્ષે ડોમેસ્ટીક ડેબ્યુ કરનાર પૃથ્વી ડેથ ઓવરમાં પોતાની બોલીંગ માટે જાણીતો છે. તેને બોલને બંને તરફ સ્વીંગ કરવાની મહારથ છે.
ભુવનેશ્વરને આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ચાર મેચ રમી હતી, જેમાં તેણે 06.98 ની ઇકોનોમી સાથે ત્રણ વિકેટ ઝડપી હતી. વિકેટ લેવા કરતા પણ વધુ કાર્ય તે રન બચાવીને હરિફ ટીમ પર દબાણ વધારવાનુ કામ કરતો હતો. જેનો સીધો ફાયદો પણ ટીમના અન્ય બોલરને પણ મળતો હતો. ભુવી હૈદરાબાદ માટે ઝડપી બોલરમાં એવરેજ બોલર હતો. તે ડેવિડ વોર્નર માટે ડેથ ઓવરમાં બોલીંગનો સોલીડ વિકલ્પ પણ હતો.
ટીમ ઇન્ડીયા પર પણ અસર થશે.
આમ તો ભુવનેશ્વર અને ઇજાને સંબંધ કોઇ નવી વાત નથી. ગત સિઝનમાં પણ તે 17 મેચમાંથી પાંચ મેચ ઇજાને લઇને રમી શક્યો નહોતો. એટલુ જ ઇજાને લઇને લીગ બાદ તે ઇંગ્લેન્ડ પ્રવાસ માં વ્હાઇટ બોલ ક્રિકેટ સિરીઝમાં પણ રમી શક્યો નહોતો. જોકે આ વખતે લીગ બાદ ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ પણ કરવાનો છે. જોકે તે પ્રવાસ પણ ભુવી ગુમાવી શકે છે તેવા સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે. કારણ કે તેને ઇજામાંથી બહાર આવવામાં લાંબો સમય વીતી શકે છે. જો ખરેખર જ આમ થશે તો સનરાઇઝર્સ હૈદરાબાદની જેમ જ ટીમ ઇન્ડીયાની પણ મુશ્કેલી વધી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો