AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાઠગ સુકેશે ફરી AAP પર સાધ્યુ નિશાન , કેજરીવાલ, સિસોદિયા અને જૈન પર ફોડ્યો બીજો લેટર બોમ્બ !

સુકેશે આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પણ ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડ કર્યું છે.

મહાઠગ સુકેશે ફરી AAP પર સાધ્યુ નિશાન , કેજરીવાલ, સિસોદિયા અને જૈન પર ફોડ્યો બીજો લેટર બોમ્બ !
Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 9:37 AM
Share

200 કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હીની જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે મીડિયાને પત્ર લખીને કેજરીવાલ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. સુકેશે આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પણ ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડ કર્યું છે.

સુકેશે દાવો કર્યો છે કે બાળકોને ટેબલેટના વિતરણ માટે તૈયાર કરવામાં આવેલા પહેલા ડ્રાફ્ટમાં ચીનની એક કંપની પાસેથી મારા મારફત ટેબલેટ ખરીદવામાં આવી રહ્યા હતા, પરંતુ બીજી કંપનીએ 20% વધુ કમિશનની લાલચ આપી, પછી કેજરીવાલ સરકારે ટેન્ડર મને ન આપીને, તે બીજા કોઈને આપવાનું નક્કી થયું.

સુકેશે કેજરીવાલ સરકારને ફરી ઘેરી

સુકેશ ચંદ્રશેખરે સ્કૂલના બાળકોની સ્ટેશનરીમાં ગોટાળાનો પણ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં સુકેશે કેજરીવાલ પર અલગ-અલગ કોન્ટ્રાક્ટ દ્વારા એક હજાર કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશ દાવો કરે છે કે 25 માર્ચ, 2017ના રોજ કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મારા જન્મદિવસ પર ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ ગીત ગાયું હતું, પરંતુ પૈસાના લોભને કારણે તેમનું વચન તોડ્યું હતું. સુકેશે સીએમ કેજરીવાલને કહ્યું કે, “તમે મને ઠગ કહો છો, પરંતુ તમે સૌથી મોટા કૌભાંડી છો.”

સુકેશે પત્ર લખીને લગાવ્યા ગંભીર આરોપ

સુકેશે દાવો કર્યો હતો કે સરકારના વખાણ કરતો લેખ એક આંતરરાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત થયો હતો, તે પણ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન દ્વારા મારા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સુકેશે પોતાના પત્રમાં લખ્યું છે કે, “મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જેમ તમે જાણો છો, EDએ મને કસ્ટડીમાં લીધો કે તરત જ મિસ્ટર ચતુર્વેદી, જે તમારા અને સત્યેન્દ્ર જૈનના હવાલા ઓપરેટર છે, તેમને પણ મારા કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું હતુ.

સિસોદિયાને 9 મહિના પહેલા હટાવી દેવા જોઈએ

સુકેશે પત્રમાં આગળ લખ્યું, “ઇડીએ શેલ કંપનીના ઓપરેટરને પણ સમન્સ જારી કર્યા છે જે સત્યેન્દ્ર જૈન અને તમારા માટે કામ કરતા હતા. ચાર દિવસ પહેલા, ED સમક્ષ મારા નિવેદનોમાં, મેં તમારા, સત્યેન્દ્ર જૈન અને ચતુર્વેદીના રહસ્યો જાહેર કર્યા હતા. તમે તરત જ સત્યેન્દ્ર જૈનને મંત્રી પદ પરથી હટાવી દીધા, જ્યારે તમે નવ મહિના સુધી આ નિર્ણય લીધો ન હતો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">