સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અનિલ નેદુમંગડનું પાણીમાં ડૂબવાના કારણે અવસાન

|

Dec 26, 2020 | 5:45 PM

શુક્રવારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અનિલ નેદુમંગડનું (anil-nedumangad) અવસાન થયું. મળેલી માહિતી અનુસાર તેઓ આગામી ફિલ્મ પીસના શૂટિંગ માટે થોડુપુઝા ગયા હતા.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અનિલ નેદુમંગડનું પાણીમાં ડૂબવાના કારણે અવસાન

Follow us on

શુક્રવારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અનિલ નેદુમંગડનું (anil-nedumangad) અવસાન થયું. મળેલી માહિતી અનુસાર તેઓ આગામી ફિલ્મ પીસના શૂટિંગ માટે થોડુપુઝા ગયા હતા. શૂટિંગ દરમિયાન જ તેઓ મલંકાર ડેમમાં સ્નાન કરવા ગયા અને આ અઘટિત ઘટના ઘટી. અનિલ ‘અયપ્પનમ કોશીયમ’, ‘કમમતી પદ્મ’, ‘નેજન સ્ટીવ લોપેઝ’ અને ‘પોરિંજુ મરિયમ જોસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ નેદુમાનગદ થૂદુપુઝામાં જોજુ જ્યોર્જ અભિનીત ‘પીસ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન ફિલ્મની કાસ્ટ અને ક્રૂ મેમ્બરોએ બ્રેક લીધો હતો, ત્યારે અનિલ અને તેના કેટલાક મિત્રો સાથે ડેમમાં ન્હાવા ગયા હતા. બાકીના લોકો કાંઠે જ સ્નાન કરી રહ્યા હતા, પરંતુ અનિલ ઊંડા પાણીમાં ડૂબકી લગાવવા ગયા અને પાણીના વધુ પ્રવાહને કારણે તેમનું ડૂબવાના કારણે મૃત્યુ થયું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ લીધા છેલ્લા શ્વાસ,

થોડા સમય પછી જ્યારે તેઓ તરતા નજરમાં ના આવ્યા, ત્યારે અનિલની શોધખોળ કરવામાં આવી. ઘણી શોધખોળ બાદ અનિલને બચાવકર્તાઓ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું મોત નીપજ્યું હતું.

https://twitter.com/PrithviOfficial/status/1342465710644207617?s=20

 

 

મલયાલમ ફિલ્મના અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને ગાયક પૃથ્વીરાજ સુકુમારે એક ટ્વીટ દ્વારા અનિલને દુમંગડના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. અનિલનો ફોટો શેર કરતી વખતે પૃથ્વીરાજે લખ્યું- “કંઈ નહીં, મારી પાસે કહેવા માટે કંઈ નથી. હું આશા રાખું છું કે આપ શાંતિમાં હશો. “

Next Article